ધરમપુરમાં પશુપાલન અને વર્મી કંપોષ્ટ તાલીમવર્ગ યોજાયો

September 7, 2018 at 3:29 pm


ધરમપુરમાં પશુપાલન અને વર્મી કંપોષ્ટ તાલીમવર્ગ યોજાયો હતો.

પોરબંદર પાસેના ધરમપુર ગામે તાજેતરમાં આઠ દિવસ માટે પશુપાલન અને વર્મીકંપોષ્ટ ખાતર મેકીગની તાલીમ આપવા તાલીમ વર્ગ યોજાયો હતો. એસ.બી. આઇ. આરસેટી ધરમપુર દ્વારા યોજાયેલ આ તાલીમ વર્ગમાં સોઢાણા, વિસાવાડા, દિગ્વીજયગઢ, ધરમપુર, વનાણા અને કાટવાણા સહિતના ગામમાંથી 30 લોકો સહભાગી થયા હતા.

તાલીમ દરમ્યાન સ્ટેટ બેંકના ડી.જી.એમ. રીષી મહેતા અને એ.જી.એમ. જીતેન્દ્રકુમાર તાલીમ વર્ગની મુલાકાત લઇ તાલીમાથ}આેને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર તરીકે ભરત કણઝારીયાએ ફરજ બજાવી હતી. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાથ}આેને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધરમપુર આરસેટી નિયામક રાજુ પોતદાર, જીલ્લા ઉદ્યાેગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી, એસ.બી.આઇ. રાણાવાવના મેનેજર ઉપિસ્થત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL