ધાર્મિક સ્થળોની જાળવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ

August 23, 2018 at 7:29 pm


ધાર્મિક સ્થળો પર અને ચેરિટેબલ સંસ્થાઆેની સાફ સફાઈ જાળવણી, સંપિત્ત અને એકાઉન્ટ સંબંધમાં સુપ્રીમ કોટેૅ મહત્વપૂર્ણ આદેશ જારી કરી દીધો છે. કોટેૅ જિલ્લા ન્યાયાલયોને આની સાથે સંબંધિત ફરિયાદોની ચકાસણી કરવા અને તેમના રિપાેર્ટ હાઈકોર્ટને સાેંપવા માટેનાે આદેશ જારી કરી દીધો છે. સુપ્રીમ કોટેૅ આને પીઆઈએલ માનવાનાે ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનાે આ આદેશ તમામ મંદિરો, મÂસ્જદો, ચર્ચ અને બીજા ધાર્મિક સ્થળો ઉપર લાગૂ થશે. જિલ્લા જજની રિપાેર્ટને પીઆઈએલ તરીકે નિહાળવામાં આવશે જેના આધાર પર હાઈકોર્ટ યોગ્ય નિર્ણય લઇ શકશે. જસ્ટિસ આદર્શ ગાેયલ (હવે નિવૃત્ત થઇ ચુક્યા છે) અને જસ્ટિસ અબ્દુલ નઝીર દ્વારા આ મુજબનાે આદેશ આપવામાં આવ્યો હતાે. બેંચે પાેતાના ચુકાદામાં કહ્યું હતું કે, ધાર્મિક સ્થળો ઉપર આવનાર લોકોની સમસ્યાઆેને ધ્યાનમાં લઇને મેનેજમેન્ટમાં ઘટાડો, સાફ સફાઈ, સંપિત્તની જાળવણી અને દાન તથા અન્ય રકમની જાળવણી ખુબ અગત્યની છે. આ તમામ મુદ્દા એવા છે જેના ઉપર માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારને જ વિચારણા કરવાની જરૂર નથી. કોર્ટ માટે પણ આ વિચારણા કરવા માટેનાે મુદ્દાે છે. કોટેૅ આ મામલામાં ગંભીર નાેંધ લીધી છે. ભારતમાં વતૅમાન ધાર્મિક સ્થળોની સંખ્યાના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં હાલના સમયમાં 20 લાખથી વધારે મંદિરો, ત્રણ લાખ મÂસ્જદો અને હજારો ચર્ચ આવેલા છે. અલબત્ત આ આદેશ બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ન્યાયપાલિકા પર વધારાનું દબાણ લાવવામાં આવનાર છે. હાલના સમયમાં દેશમાં ત્રણ કરોડથી વધારે પેિંન્ડગ કેસ રહેલા છે. હાઈકોર્ટ અને જિલ્લા કોર્ટમાં મોટી સંખ્યામાં પાેસ્ટ ખાલી છે. એમિકસ ક્યુરી ગાેપાલ સુબ્રમણ્યમે કોર્ટમાં માહિતી આપી છે કે, માત્ર તમિળનાડુમાં જ 7000થી વધારે પ્રાચીન મંદિરો આવેલા છે.

Comments

comments

VOTING POLL