ધી યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાંુ.લી. ને મેડીકલેઇમ ઈન્સ્યોરન્સની રકમ 6% ના વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ

August 28, 2018 at 2:52 pm


દિપકકુમાર એચ.શાહ અને ધી યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાંુ.લી. પાસેથી પોતાની તેમજ પોતાના પરીવારની મેડીકલેઇમ ઇન્સ્યોરન્સ પોલીસી ઉતરાવેલ. ત્યારબાદ વિમેદારને આખમાં તકલીફ થતા હોસ્પિટલમાં તા.7-7-2017ના રોજ જમણી આખમાં મોતીયાનું આેપરેશન કરાવવામાં આવેલ. જેથી વિમેદાર દ્વારા તે અંગેનો રૂા.72,000/-નો કલેઇમ ધી યુનાઇટેડ ઇન્ડીયા વીમા કંપની સમક્ષ રજુ કરત,વિમા કંપની દ્વારા કોઇ પણ વ્યાજબી ખુલાસા વગર રૂા.35,961/- કાપી બાકીની રકમનું વાઉચર મોકલવામાં આવેલ.
આ વાઉચર વિમેદારને મંજુર ન હોવાથી વિમેદાર દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ, જેથી વિમેદાર દ્વારા તેના વકિલ દક્ષેશ વિ. ત્રિવેદી મારફત ખોટી રીતે ન ચુકવેલ રકમ રૂા.72,000/- મેળવવા ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ, ફરીયાદ દાખલ કરેલ. જેમા વિમા કંપની દ્વારા એવો બચાવ લેવામાં આવેલ કે, મોતીયાના આેપરેશનમાં કરેલ ખર્ચ વધુ પડતો હોય અને પોલીસીની શરત મુજબ વ્યાજબી અને રીજનેબલ રકમ જ મળવા પાત્ર છે, તેથી જે રકમ ચુકવવા જણાવેલ છે તે બરોબર જ છે. જે કેસ ચાલી જતા અરજદારના વકીલએ એવી રજુઆત કરેલ છે, મોતીયાના આેપરેશનમાં વ્યકિતની ઉમર અને તેઆેની કામગીરીનો પ્રકાર જોઇને જ લેન્સ નકકી થતો હોય છે અને વિમેદારને આપેલ વિમા પોલીસમાં મોતીયાના આેપરેશન માટેની કોઇ જ લીમીટ દશાર્વેલ નથી, તથા વિમા કંપનીએ દદ}ના આેપરેશનમાં થયેલ ખર્ચ કઇ રીતે વ્યાજબી નથી, તેવો કોઇ સચોટ પુરાવો રજુ કરેલ નથી. ગ્રાહકના વકિલ દલીલો માન્ય. રાખી ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રેસીડેન્ટ સી.આર.ઠક્કરે તેમજ સભ્ય ડો.પ્રતિક્ષાબેન એ. ત્રિવેદીની કોરમે તા.31-7-2018ના હુકમથી ફરીયાદ મંજુર કરી, ધી યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કું લી. એ રૂા.72,000/-ની મેડીકલેઇમની રકમ ફરીયાદ તારીખ થી વસુલ અપાતા સુધી ના 6%ના વ્યાજ સાથે તેમજ ફરીયાદ ખર્ચ તથા શારીરીક માનસીક ત્રાસ રૂા.1,500/- ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે.

Comments

comments

VOTING POLL