ધોનીએ સિકસ મારીને જીતાડી મેચ: બેંગ્લોરને ૫ વિકેટે આપી માત

April 26, 2018 at 10:52 am


બેંગ્લોર અને ચેન્નાઈ વચ્ચે રોમાંચક મુકાબલો થયો જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી. બેંગ્લોરે આપેલા ૨૦૬ રનના ટાર્ગેટને ચેન્નાઈએ ૧૯.૪ ઓવરમાં જ મેળવી લીધો હતો. ધોનીએ શાનદાર ઈનિંગ રમતા ૭૦ અને અંબાતી રાયડૂએ ૮૨ રન ફટકાર્યા હતા.

બેંગ્લોરે નિર્ધારિત ૨૦ ઓવરમાં એબી અને ડિ કોકની આક્રમક બેટિંગની મદદથી ૨૦૫ રન બનાવી લીધા છે. બેંગ્લોર તરફથી એબીએ ૩૦ બોલમાં ૬૮ રનની ઈનિંગ રમી હતી, યારે ડિ કોકે ૩૭ બોલમાં ૫૩ રન ફટકાર્યા હતા. કોહલી માત્ર ૧૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પાછળથી મનદીપસિંહે ૧૭ બોલમાં ૩૨ અને વોશિંગ્ટન સુંદરે ૪ બોલમાં ૧૩ રન ફટકારીને બેંગ્લોરના સ્કોરને ૨૦૦ રનને પાર મોકલી આપ્યો હતો.

બેંગ્લોરે આપેલ ૨૦૬ રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ બેંગ્લોરની શઆત સારી રહી નહતી. શઆતમાં જ વોટસન અને રૈનાની વિકેટ ચેન્નાઈએ ગુમાવી દીધી હતી. જોકે, ચેન્નાઈ તરફથી અંબાતી રાયડૂ અને ધોનીએ શાનદાર ઈનિંગ રમી હતી. અંબાતી રાયડૂએ ૫૩ બોલમાં ૮ સિકસ અને ૩ ફોર સાથે ૮૨ રન ફટકાર્યા હતા, યારે વિનિંગ સિકસ ફટકારનાર ધોનીએ માત્ર ૩૪ બોલમાં જ સાત સિકસ અને એક ફોરની મદદથી ૭૦ રન ફટકારી દીધા હતા. અંતિમ ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે ૧૬ રનની જરત હતી, જેને ચાર બોલમાં જ બનાવી લીધા હતા.

બેંગ્લોર તરફથી યૂઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત ઉમેશ યાદવે ચાર ઓવરમાં એક વિકેટ લઈને માત્ર ૨૩ રન આપ્યા હતા. યારે બેંગ્લોર તરફથી કોરિ એન્ડરસન સૌથી મોંઘો સાબિત થયો હતો, તેને ૩.૪ ઓવરમાં એકપણ વિકેટ લીધા વગર ૫૮ રન ખર્ચ કર્યા હતા.

ચેન્નાઈ તરફથી બે વિકેટ મેળવાના શાર્દૂલ ઠાકૂર સૌથી મોંઘો સાબિત થયો હતો. તેને ચાર ઓવરમાં ૪૬ રન આપ્યા હતા. ઈમરાન તાહિરે ચાર ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી, યારે બ્રાવોએ ચાર ઓવરમાં ૩૩ રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી

Comments

comments

VOTING POLL