ધોની, તેં અમારી સાથે કરેલું એવું હવે તું કર! ટીમમાં યુવાનો માટે જગ્યા કરી આપઃ ગંભીર

July 20, 2019 at 10:33 am


નવેમ્બર 2016માં છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમનાર અને હવે ભાજપના સંસદસભ્ય બની ગયેલા ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે નિવૃિત્તના દ્વારે ઊભેલા મહેન્દ્રસિંહ ધોની વિશે એક ટીવી મુલાકાતમાં આડકતરી ટકોર કરી છે. ધોનીએ રિટાયરમેન્ટ જાહેર કરી દેવાનો સમય આવી ગયો છે એવો કટાક્ષ ગંભીરે કર્યો હતો. કહેવાય છે કે ધોનીના શાસન દરમિયાન તેની સાથેના બગડેલા સંબંધોને પગલે છેવટે કંટાળીને ડિસેમ્બર 2018માં નિવૃિત્ત જાહેર કરી દીધી હતી.

ગઈ કાલે ગંભીરે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે તેણે એક વાર આૅસ્ટ્રેલિયામાં કહેલું કે હું, સચિન અને સેહવાગ ત્યાંની સીબી સિરીઝમાં રમી શકીએ એમ નથી, કારણકે ત્યાંના મેદાનો બહુ મોટા છે. ત્યારે તેણે વર્લ્ડ કપની ટીમ માટે યુવાનોને પસંદ કરવાનો અભિગમ રાખ્યો હતો. તો પછી હવે તેણે પણ ભાવુક થવાને બદલે વ્યવહારું વલણ અપનાવવું જોઈએ. તેણે જો અમારા સમયમાં ટીમમાં સમાવેશની બાબતમાં ભવિષ્ય તરફ મીટ માંડી હતી તો પછી અત્યારે તેણે પોતે એવું કરવું જોઈએ. અત્યારે ટીમમાં રિષભ પંત, સંજુ સેમ્સન, ઇશાન કિશન જેવા યુવાન વિકેટકીપરોની જરુર છે તો પછી ધોનીએ એવા યુવાનો માટે ટીમમાં જગ્યા કરી આપવી જોઈએ. આંકડાની દૃિષ્ટએ ધોની ભારતનો બેસ્ટ કેપ્ટન જરુર છે, પણ એનો એવો અર્થ નથી કે બીજા કેપ્ટનોએ કેપ્ટન તરીકે ખરાબ પર્ફોર્મ કર્યું હતું. બે વર્લ્ડ કપના વિજય માટે બધો યશ ધોનીને ન આપવો જોઈએ.

Comments

comments

VOTING POLL