ધોરણ ૧૨માં મંજૂરી વગર ધમધમતા વર્ગેા: મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવા માગણી

October 9, 2019 at 4:12 pm


વર્ગ વધારાની મંજૂરીની પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા હાથ ન ધરાતા રાયમાં મોટી સંખ્યામાં મંજૂરી વગર ના ધોરણ ૧૨ ના વર્ગેા ચાલી રહ્યા છે. આ પરિસ્થિતિ નિવારવા માટે અને વિધાર્થીઓના હિતમાં બોર્ડે વર્ગ વધારાની ક્રમિક મંજૂરી ધોરણ ૧૨ ના કિસ્સામાં તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઇએ તેવી માગણી બોર્ડના સિનિયર સભ્ય પ્રિયવદન કોરાટે રાયના શિક્ષણ મંત્રી સમક્ષ કરી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પાઠવેલા એક પત્રમાં પ્રિયવદન કોરાટે જણાવ્યું છે કે ગયા વર્ષે ધોરણ ૧૨ ની મંજૂરી ન હોવાના કારણે આવી શાળાઓ ની ખાસ કિસ્સામાં વિધાર્થીઓના અને શિક્ષણ જગતમાં હિતમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે પણ હજુ ધોરણ–૧૨માં નવા ક્રમિક વર્ગ વધારા ની પ્રક્રિયા હજુ શ કરવામાં આવી નથી. ધોરણ ૧૨ ના પરીક્ષા ફોર્મ ભરવાના થતા હોય આવી પ્રક્રિયા તાત્કાલિક ચાલુ કરવી જોઈએ કારણ કે આ પ્રક્રિયા પૂરી થવામાં ઘણો સમય લાગે તેમ છે અને તેથી વિધાર્થીઓના હિતમાં બોર્ડે તાત્કાલિક કાર્યવાહી શ કરવી જોઈએ અને છેલ્લી ઘડીએ ઉભવતા પ્રશ્નો નિવારવા માટે અત્યારથી જ પ્રયાસો શ કરી દેવા જોઈએ.

Comments

comments