ધોરાજીઃ લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીપદેથી જગદીશ ઉનડકટનું રાજીનામું

September 1, 2018 at 11:22 am


ધોરાજીમાં સ્ટેશન રોડ પર વીશીપ્લોટમાં રહેતા અને લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલા જગદીશભાઈ જમનાદાસ ઉનડકડે લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખને લેખિતમાં રજૂઅતા કરી પોતે ટ્રસ્ટી પદેથી રાજીનામુ આપવાની ઈચ્છા કરતા જાણ કરી છે.

ધોરાજી લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખને સંબોધન કરી જગદીશભાઈ ઉનડકટે લખેલ પત્રમાં જણાવ્યું કે, હું હાલમાં લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલ છું અને હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાે છું. પરંતુ મારી ઉંમર થઈ ગયેલ હોય અને મારી તબિયત નાદુરસ્ત રહેતી હોય અને અવારનવાર હોસ્પિટલમાં રહેવું પડતું હોય જેના કારણે હવે હું ટ્રસ્ટી તરીકે સેવા આપવા સમર્થ ન હોય જેથી રાજીખુશીથી લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામુ આપું છું.

Comments

comments