ધોરાજીની સરકારી હોસ્પિટલમાં એક તરફ ડોકટરોની અછત બીજી તરફ અસંખ્ય દર્દીઆે

October 12, 2018 at 12:03 pm


રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની 1.5 લાખની વસ્તી માં એક માત્ર સરકારી હોસ્પિટલ માંદગીના બિછાને પડી છે અહી 13 ડોક્ટરોની જગ્યાએ માત્ર ત્રણ ડોક્ટર જ ઉપલબ્ધ છે રોજ અહી 600 થી 700 દદ}આે અહી આવે છે અને 56 બેડ ની હોસ્પિટલ હોવા છતાં ગરીબ દદ}આે ને નાછૂટકે માેંઘી ઘાટ ખાનગી હોસ્પિટલો નો સહારો લેવો પડે છે.સરકારે અનેક મેડિકલ કોલેજો વધારી પણ સરકારી હોસ્પિટલો માં ડોકટરો ની જગ્યા પૂરતી નથી
ધોરાજી ની એક માત્ર સરકારી હોસ્પિટલ જે સરકાર દ્વારા નહિ પણ દાતાઆે અને શહેર ની જનતા ના લોક ફાળા દ્વારા આ અÛતન ઇમારત ઉભી કરી સરકારી હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ છે અહી છેલ્લા ઘણા સમયથી પૂરતા ડોકટરો ના અભાવ ને કારણે સ્થાનિક દદ}આે તેમજ આસપાસ ના દદ}આે ભારે મુશ્કેલી માં મુકાયા છે
અહીની સરકારી હોસ્પિટલ માં એમ.ડી. પેથોલોજીસ્ટ છે જે રોજના 150 થી 200 દદ}આેનું પરીક્ષણ કરે છે પણ તેમની પાસે અÛતન સાધનો ન હોવાની કારણે તેવો પણ લાચાર બની બેઠા છે અને અÛતન સાધનો ના અભાવે તે લોકો ને ગરીબ દદ}આે ને ના છૂટકે બહાર ખાનગી લેબોરેટરી માં મોક્લવની ફરજ પડે છે
ધોરાજી માં 3 માળની અÛતન સરકારી હોસ્પિટલ આવેલ છે જેમાં ડોકટરો ના અભાવ ને કારણે આ હોસ્પિટલ શોભા ના ગાંઠિયા સમાન બની ગઈ છે અહી ઇમરજન્સી ના તમામ.દદ}આે ને ના છૂટકે રાજકોટ જૂનાગઢ સારવાર માટે જવું પડે છે.
ધોરાજી સરકારી હોસ્પિટલ માં 56 બેડ ની સુવિધા છે જેમાં મહિલા વોર્ડ,પુરુષ વોર્ડ,ડિલેવરી વોર્ડ બનવામાં આવેલ છે અહી 13 ડોકટરો ની જગ્યા એ માત્ર ત્રણ ડોકટરો જ સેવા આપી રહ્યા છે અને બાકીના 10 જેટલી જગ્યા ખાલી પડી છે મહત્વ ના ડોકટરો જેમાં એમ.ડી.,આેર્થોપેટિક,બાળકોના ડોકટરો,સર્જન જેવી મહત્વ ની જગ્યાઆે ખાલી પડી છે જેને કારણે કોઈ પણ દદ}આેને જૂનાગઢ કે રાજકોટ ખસેડી દેવામાં આવે છે અને ગરીબ દદ}આે ને ના છૂટકે ખાનગી હોસ્પિટલ નો સહારો લેવો પડે છે
ધોરાજી સરકારી હોસ્પિટલ માં ફિÈયો થેરાપી ના ડોક્ટર તો છે તો તેની સામે કસરત ના એક પણ સાધનો જોવા મળતા નથી જેથી આ ડોક્ટર નવરા આટા ફેરા કરી સમય પસાર કરે છે અને હાલ જે 2 નવા ડોક્ટર ની નિમણુંક કરવામાં આવી છે તે પણ ડેપ્યુટેશન માં છે તે ક્યારે જતા રહે અને ફરી આ હોસ્પિટલ ઉજાળ બની શકે છે
સરકારી હોસ્પિટલ માં એક્સ રે તેમજ સોનોગ્રાફી જેવા માેંઘા ઘાટ મશીનો છે પણ તે આજકાલ ડોકટરો ના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે લોકો જે સુવિધા મફત માં મળવી જોઈ તે અહીના લોકો ખાનગી હોસ્પિટલ માં ભારે ફી ચૂકવી રહ્યા છે અહી એક્સ રે મશીન ચલાવાવાળા સ્ટાફ એક દમ નવરા બેઠા છે ડોક્ટરોના અભાવે તેની પાસે કોઈ કામ જ રહ્યું નથી.
ધોરાજી શહેર તેમજ આસપાસ ના 30 જેટલા ગામના ગરીબ દદ}આે સારવાર લેવા માટે અહી એક આશા લઇ આવે છે પણ અહી ડોક્ટરો ના સ્ટાફ ના અભાવ ના કારણે તેવો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે જો અહીના ફરજ પાર ના ડોકટરો તેમને વધુ સારવાર માટે જૂનગાઢ કે રાજકોટ માટે ભલામણ લખી મોકલી દેવામાં આવે છે
ધોરાજી સરકારી હોસ્પિટલ સરકારી ની સેવા સેતુ હેઠળ ખાનગી હોસ્પિટલના ડોકટરો બોલવામાં આવે છે પણ તેવો દિવસ દરમિયાન માત્ર બે કલાક જ ફરજ બજાવતા હોઈ ત્યારે એટલી મોટી સંખ્યા માં જ્યાં દદ}આે હોઈ ત્યાં શું હાલત થાય અહી એમબીબીએસ તરીકે નિમણુંક પામેલ.ડોક્ટર રાજ બેરા ની સતત ડéુટી એ દદ}આે માટે આશીવાર્દ રુપ છે અને તેઆે ની પ્રસંસનીય કામગીરી થી લોકો ખુશ છે
ગુજરાત માં પેહલા 9 જ મેડિકલ કોલેજ હતી જે આજે 22 જેટલી પોહચી ગઈ છે પણ સરકારી હોસ્પિટલો માં તબીબો કોઈ નોકરી કરવા તૈયાર થતા નથી જેથી આમ પ્રજા તેમજ ગરીબ વર્ગના લોકો ની હાલત દયનિય બનતી જાય છે સરકાર દ્વારા આ ખાલી પડેલ ડોકટરો ની જગ્યા પુરવામાં આવે અને ગરીબ વર્ગના લોકો આ સુવિધા નો લાભ લઇ શકે તેવી લોક માંગ ઉઠી છે.

Comments

comments

VOTING POLL