ધોરાજીમાં ડો.બાબા સાહેબની જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

April 15, 2019 at 11:04 am


ધોરાજીમાં ડો.આંબેડકરની જન્મ જયંતી નિમિતે મેઘવાર સમાજ દ્રારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ીઓના મુકતી દાતા અને મહાન રાષ્ટ્ર્રભકત એવા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતી નિમિતે ધોરાજી દલિત સમાજ દ્રારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા બપોરના ૫ વાગ્યાથી નસીબ ચોકથી પ્રસ્થાન થઈને મેઈન બજાર, ચકલા ચોક, થઈને ત્રણ દરવાજાથી પસાર થઈને આંબેડકર ચોક પહોંચીહતી જયાં વિવિધ સમાજના આગેવાનો દ્રારા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા અને ત્યાંથી શોભાયાત્રા જેતપુર રોડ, લિબર્ટી સિનેમા રોડ થઈને શાક માર્કેટ થઈને નસીબ ચોકે પહોંચી ત્યાં રેલીની પૂર્ણાહતિ થઈ હતી આ શોભાયાત્રામાં દલિત સમાજના આગેવાનો એવા નગરપતિ ડી.એસ.ભાષા માજી કોર્પેારેટર કાન્તીલાલ સોંદરવા, જયંતીભાઈ ભાસ્કર, કૌશલ સોલંકી, મગનલાલ વાઢેર, વી.પી.સોલંકી, દેવશીભાઈ રાઠોડ, અ.ના.સોંદરવા, પ્રકાશભાઈ ભાંભી વગેરે અગ્રણીઓ જોડાયા હતા. અને રાત્રે ૧૦ કલાકે બહારપુરા વણકરવાસ ખાતે ભવ્ય ભીમ ભજન, લોકડાયરો, અને સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમને જનતાએ મનભરીને માણ્યો હતો

Comments

comments