ધોળકા પંથકની મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

April 19, 2019 at 2:56 pm


શહેરના ચિત્રા વિસ્તારમાં ઝાડ સાથે લટકી જઇ આપઘાત વ્હોરી લેનાર મહિલા ધોળકા પંથકની હોવાનું ડી ડીવીઝન પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં સબ સ્ટેશન પાછળના ભાગે આવેલ ખીજડાના ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાધેલી હાલતે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ડી ડીવીઝન પોલીસે દોડી જઇ મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમ્યાનમાં આ અંગે આગળની તપાસ ડી ડીવીઝન પોલીસ મથકના મીઠુભાએ હાથ ધરી હતી. જેમાં મૃતક મહિલા શિલ્પાબેન રામદેવભાઇ સોલંકી (ઉં.વ.૨૫, રહે : સરગવાડી, ધોળકા)ની હોવાનું ખુલ્યુ હોવાનું મીઠુભાએ જણાવ્યુ હતુ

Comments

comments