ધોળી ધજાધારી ગોપનાથ મહાદેવઃ જ્યાં નરસિંહ મહેતાને શિવજી પ્રસન્ન થયા હતા

February 2, 2018 at 2:19 pm


ગોપનાથ મહાદેવની સ્મૃતિ કરતાં ભક્ત કવિ નરસૈંયાની સ્મૃતિ સહેજે થઈ આવે છે. કાઠિયાવાડના ભાવનગર જિલ્લામાં તળાજા નજીક આવેલા ગોપનાથજી મહાદેવનું ધાર્મિક મહત્વ વિશેષ છે. આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકો માટે તથા શિવ ભક્તો માટે ગોપનાથ ભક્તિઅર્ઘ્ય અર્પણ કરવાનું પહેલું ઠેકાણું છે. વળી, અહીં શિલ્પ સ્થાપત્યથી માંડીને સાંસ્કૃતિક અવશેષોનો ખજાનો છે.

ગોપનાથ મહાદેવની સ્થાપના પાછળ એવી દંતકથા છે કે, ઇ.સ. સોળના સૈકામાં રાજપીપળાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હતી. અહીં ઊંચાં ઊંચાં તાડનાં વૃક્ષો હતાં. એમ પણ કહેવાય છે કે બારમી સદીમાં અહીં મોટું બંદર હોવાને કારણે વહાણવટું થતું હતું.

આ પ્રાચીન ધામમાં સંતશિરોમણિ એવા નરસિંહ મહેતાએ ભાભીનાં મહેણાં ટોણાંથી પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો અને સાત સાત દિવસ સુંધી આ સ્થળે તપ કર્યું હતું. ત્યારે તેમને આ સ્થળે જ ભગવાન શંકરનો સાક્ષાત્કાર થયો હતો અને ભોળાનાથે પ્રસન્ન થઈને તેમને ભક્તિની અવસ્થામાં આ જ સ્થળે રાસલીલાનું દર્શન પણ કરાવ્યું હતું. ત્યારે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનાં અનેક પદો, પ્રભાતિયા,અને ભજનો અહીં જ રચ્યાં હતાં.

તે બાદ નરસિંહ મહેતા ઘણા દિવસો સુધી આ સ્થળે રહ્યા હતાં. આ દંતકથા જો સાચી હોય તો આ મંદિર ઈ.સ.ના ૧૫માં શતકથી પ્રાચીન તો હોવું જ જોઈએ. જો કે અત્રે એ વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે ગોપનાથની ખાડી તો ઘણા પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે જ્યાં દૂર દૂરથી ભક્તજનો આવે છે.

ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશાં સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને સ્થાનિક લોકો ‘ધોળી ધજાના દેવ’ તરીકે પણ ઓળખે છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તજનોનો વિશેષ ધસારો રહે છે. ભક્તો બહોળી સંખ્યામાં શિવજીનું પૂજન અર્ચન કરીને કૃતાર્થ થાય છે. અહીં જવા માટે ભાવનગર જવું પડે છે. જ્યાંથી તળાજા આશરે ૪૦-૪૨ કિલોમીટર છે. તળાજાથી ગોપનાથ મહાદેવ ૨૨ કિલોમીટર જેટલું દૂર છે.

ગોપનાથ મહાદેવને

Comments

comments

VOTING POLL