ધો.૧૦માં સામાજિક વિજ્ઞાનનું પેપર: બપોરે વિજ્ઞાન પ્રવાહમાં ગણિતની પરીક્ષા

March 16, 2018 at 4:43 pm


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી પરીક્ષામાં ગઈકાલની રજા બાદ આજે સવારે ૧૦ વાગ્ાથી સામાજિક વિજ્ઞાનનું પેપર શરૂ થયું છે. તા.૧૨થી શરૂ થયેલી પરીક્ષામાં પ્રથમ દિવસે ભાષાનું અને તા.૧૪ના રોજ સાયન્સ–ટેકનોલોજીનું પેપર સરળ રહ્યા બાદ આજે ત્રીજું પેપર છે. પહેલા બે પેપરો સહેલા નિકળતા આજે વિધાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી છે.
બપોરે ૩ વાગ્ાથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણિતનું પેપર શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહમાં પણ તા.૧૨ના રોજ ભૌતિક વિજ્ઞાન અને તા.૧૪ના રોજ રસાયણ વિજ્ઞાનનું પેપર લેવાયા બાદ આજે આ ત્રીજું પેપર છે.

Comments

comments

VOTING POLL