ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ: એ-1 ગ્રેડમાં 792 વિદ્યાર્થી

May 25, 2019 at 10:29 am


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 73.27 ટકા જાહેર કરવામાં આવ્યું છે અને 792 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. આ પરીક્ષામાં 3.55,562 નિયમિત વિદ્યાર્થીઓ, 91,680 રિપીટરો અને 38,269 ખાનગી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રેગ્યુલરનું 73.27, રિપીટરનું 27.43 અને ખાનગી ઉમેદવારોનું 27.39 ટકા પરિણામ આવ્યું છે. ખાનગી પુનરાવર્તિત વિદ્યાર્થીઓનું પરિણામ 18.91 ટકા આવ્યું છે. કુલ 27 કેદીઓએ પણ પરીક્ષા આપી હતી જેમાંથી 12 કેદી ઉત્તીર્ણ થયા છે.

સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું પરિણામ 95.66 ટકા અને સૌથી ઓછું પંચમહાલના મોરવા રેણા કેન્દ્રનું 15.43 ટકા આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી વધુ 85.03 અને પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 222 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 79 છે. વિદ્યાર્થીઓનું 67.94 અને વિદ્યાર્થિનીઓનું 79.27 ટકા રિઝલ્ટ આવ્યું છે. 2898 દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. 767 વિદ્યાર્થીઓને 20 ટકા ગ્રેસીંગનો લાભ આપી પાસ કરાયા છે. સમગ્ર પરીક્ષા દરમિયાન કુલ 2730 ગેરરીતિના કિસ્સાઓ નોંધાયા હતા.

 

એક વિષયમાં 1,01,966 અને તમામ વિષયમાં 11 વિદ્યાર્થીઓ નાપાસ

બોર્ડે આજે જાહેર કરેલા પરિણામમાં એક વિષયમાં 1,01,966 અને તમામ વિષયમાં 11 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 57,525 વિદ્યાર્થીઓ બે વિષયમાં અને 27,934 વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં નાપાસ થયા છે.

 

Comments

comments

VOTING POLL