ધ્રાંગધ્રાથી ગાંધીધામ વચ્ચે બંધ બોડી ટ્રકમાંથી ૧૮ લાખના સામાન ભરેલા બોક્સની ચોરી

September 14, 2019 at 9:10 am


સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા થી ગાંધીધામ સુધી રસ્તામાં અજાણ્યા ચોર શખ્સોએ બોડી બંધ ટ્રકને નિશાન બનાવી રૂપિયા ૧૮ લાખની કિંમતનો ઈલેક્ટ્રીક સમાન ભરેલા બોક્સ ચોરી કરીને લઇ ગયા હતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ઓસ્લો સર્કલ પેટ્રોલ પંપ પાછળ આવેલ રીલે એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની બોડી બંધ ગાડી નંબર જીજે જીરો વન ડીઝેડ ૩૧૮૪ માં અમદાવાદથી અલગ-અલગ એજન્સીઓનો સામાન ભરી ને બોડી બંધ ગાડી ગાંધીધામમાં રવાના થઈ હતી દરમિયાન ધાંગધ્રા માં તેની ઓફિસે થોડો સામાન ઉતાર્યા બાદ ડ્રાઈવરોએ ફરી ગાડીના સીલ મારી ગાડી ગાંધીધામ માટે રવાના થઈ હતી દરમિયાન ધાંગધ્રા થી ગાંધીધામ સુધીમાં રસ્તામાં વચ્ચે કોઈ ચોર શખ્સોએ બોડી બંધ ગાડીનું સીલ તોડી ને રૂપિયા ૧૭ લાખ ૯૪૨૮૮ ની કિંમતના મોબાઈલ ફોન લેપટોપ બ્રાન્ડેડ કપડા ઈલેક્ટ્રીક સામાન ફ્રિજ ના સ્પેરપાર્ટ બેરિંગ સહિતનો જે સામાન બોક્સ અલગ-અલગ બોક્સમાં ભર્યો હતો તે બોક્સ ચોરી કરીને લઇ ગયા હતા આ ચોરીનો બનાવ તારીખ ૨૬ ૮ ૨૦૧૯ ના બન્યો હતો ચાલુ ગાડીએ તસ્કરોએ ગાડી નું સીલ તોડી ને આ મોટી ચોરીના બનાવને અંજામ આપ્યો છે છતાં ડ્રાઇવરો કે કોઈને આ બાબતની જાણ થઈ ન હતી ગાડી જ્યારે ગાંધીધામના ગોડાઉનમાં ખાલી કરવા માટે ઊભી રાખી ત્યારે પાછળનું શીલ તૂટેલું હતું દરવાજા ખોલતા તેમાંથી સામાન ચોરાઈ ગયો હતો પછી જ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો ડ્રાઈવરોએ ધાંગધ્રા થી ગાડીને સીલ કરી ના ગાંધીધામ આવવા નીકળ્યા હતા રસ્તામાં ગમે ત્યાં આ ચોરીનો બનાવ બન્યો છે જેની જાણ ગાંધીધામમાં ગોડાઉનમાં ગાડી અનલોડ માટે રાખી ત્યારે થઈ હતી
આ અંગે કંપની ના જવાબદાર પિયુષ પ્રભુદાસ પટેલ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
આ અંગે રીલ એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિક્રમસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે બનાવ ૨૬ ૮ ૨૦૧૯ ના બન્યો હતો અને તે જ દિવસે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ એટલા દિવસ પોલીસ ફરિયાદ નોંધવામાં ગલા-તલા કર્યા હતા અંતે આજે પોલીસે ફરિયાદ નોંધી લીધી હતી

Comments

comments