ધ્રાેલ-કાલાવડ તાલુકાના 104 વિજધારકો રૂા.10.99 લાખની વિજચોરી કરતાં ઝડપાયા

May 26, 2018 at 12:09 pm


જામનગર પીજીવીસીએલ દ્વારા આરંભવામાં આવેલી કોર્પોરેટ ડ્રાઇવ દરમ્યાન ધ્રાેલ અને કાલાવડ તાલુકામાં વિજ કંપનીની 41 ટીમ દ્વારા વિજચોરી ઝડપી લેવા હાથ ધરવામાં આવેલ ચેકીગ દરમ્યાન 104 સ્થળો પરથી રૂા.10.99 લાખની વિજચોરી ઝડપી લેવામાં આવી છે. જામનગર વિજકંપની દ્વારા ગત સોમવારથી હાલાર પંથકમાં વિજચોરી ઝડપી લેવા શરૂ કરવામાં આવેલી કોર્પોરેટ ડ્ાઇવના પાંચમાં દિવસે વિજકંપનીની 41 ટીમ દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ અને ધ્રાેલ તાલુકામાં વિજચોરી ઝડપી લેવા ચેકીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, સવારથી સાંજ સુધી કરવામાં આવેલા ચેકીગ દરમ્યાન 689 સ્થળો પર વિજચેકીગ કરવામાં આવ્યું જેમાંથી 104 વિજધારકોને ત્યાંથી રૂા.10.99 લાખની વિજચોરી ઝડપી લેવામાં આવી હતી. જામનગર વિજકંપની દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજચોરીનું પ્રમાણ નેસ્તનાબુદ કરવા માટે છેલ્લા બે મહીનાથી હાથ ધરવામાં આવતી કોર્પોરેટ ડ્રાઇવમાં લાખો રૂપિયાની વિજચોરી ઝડપી લેવામાં આવી છે, તેમ છતાં વિજચોરીનુ પ્રમાણ સમગ્ર હાલાર પંથકમાં એક યા બીજા કારણોસર યથાવત રહેવા પામી છે., જે બાબતને ઉચ્ચ અધિકારીઆે દ્વારા ગંભીરતાથી ધ્યાને લઇ આગામી દિવસોમાં આવા વિજચોરી કરનારા તત્વોને અટકાવવા માટે નવી યોજના અને આધુનીક વિજકરણ કામગીરી હાથ ધરવાની ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Comments

comments

VOTING POLL