‘ધ કપિલ શર્મા’ શોને પછાડી યે ‘રીશ્તા કયા કહેલાતા હૈ’ શો બન્યો નંબર વન….

February 2, 2019 at 8:28 pm


કપિલ દરેક ઘરમાં ફેમસ છે તેવી જ રીતે યે રીશ્તા કયા કહેલાતા હે શો પણ સૌનો હોટ ફેવરિટ બન્યો છે, બ્રોર્ડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેની સાપ્તાહિક રેટિંગ જાહેર કરી છે. રિપોર્ટ્સ મુજબ કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ની ટીઆરપી મામલે આ વખતે ફરી પાછળ રહ્યો છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ લાંબા સમય પછી ત્રીજા નંબર પર એન્ટ્રી મારી છે.
રિપોર્ટ્સ મુજબ ટીઆરપીના મામલે આ વખતે પણ સ્ટંટ બેસ્ડ રિયલિટી શો ‘ખતરો કે ખિલાડી 9’ ટોપ પર છે. આ શો સતત ત્રીજા સપ્તાહે ટીઆરપીના મામલે ટોચ પર રહ્યો છે. જ્યારે સુરભી જ્યોતિ અને પર્લવી પુરીનો ‘નાગિન 3’ બીજા નંબર પર રહ્યો છે. ઉપરાંત શિવાંગી જોશી અને મોહસિન ખાનનો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. જ્યારે શિલ્પા શેટ્ટી કુંદ્રાનો ‘સુપર ડાન્સ 3’ ચોથા નંબરે રહ્યો છે. આ પહેલા કપિલ શર્માનો શો ત્રીજા નંબર પર હતો પરંતુ આ સપ્તાહે આ શો પાંચમાં નંબરે આવ્યો છે. જ્યારે છઠ્ઠા નંબરે કુંડલી ભાગ્ય અને સાતમાં નંબરે માઇથોલોજિકલ શો રાધા કૃષ્ણ છે. ઉપરાંત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો 7માં નંબરેથી ખસીને 8માં નંબરે આવ્યો છે.
આમ, શોની ટીઆરપી ઉપર નીચે થતા શો પ્રોડ્યુસરને પણ ઝાટકો તો જરૂરથી લાગે જ છે પરંતુ આટલા શો ચાલે છે તો એ તો ચાલવાનું જ છે.

Comments

comments

VOTING POLL