નંદ વિદ્યા નિકેતન સ્કૂલે કર્યું આંતર સ્કૂલ જ્ઞાનાત્મક્તા ઉત્સવનું આયોજન

August 6, 2018 at 10:28 am


નયારા એનર્જી લિ.ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં કાર્યરત નંદ વિદ્યાનિકેતન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઆેની પ્રતિભામાં વધારો થાય એ માટે આંતર સ્કૂલ જ્ઞાનાત્મક્તા ઉત્સવનું આયોજન ભવ્ય રીતે યોજવામાં આવ્યું હતું. જેમાં રાજયની 14 શાળાઆેના રરર બાળકોએ ભાગ લીધો હતો. અત્રે નાેંધનીય છે કે ચેિમ્પયન ટ્રાેફી યજમાન સ્કૂલે જીતી હોવા છતાં શુભઆશય સાથે તે ટ્રાેફી પ્રથમ રનર્સ અપ સ્કૂલને આપવામાં આવી હતી.

નંદ વિદ્યા નિકેતન સ્કૂલ દ્વારા હંમેશા કંઈક નવા માધ્યમ થકી બાળકોમાં અભ્યાસની સાથે તેમનામાં રહેલી સુષુપ્ત પ્રતિભા ઝળહળી ઉઠે એ પ્રકારનું આયોજન કરાતું આવ્યું છે. જેમાં તાજેતરમાં આંતર સ્કૂલ જ્ઞાનાત્મક્તા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના વિવિધ શહેરોમાંથી 14 કેિન્દ્રય સ્કૂલ્સના રરર વિદ્યાર્થીઆે પણ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાેડાયાં હતાં.

પ્રતિભા થકી સમજણને પડકાર આ હતી જ્ઞાનાત્મક્તા ઉત્સવની ટેગલાઈન. જે અંતગર્ત રરર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઆેએ પોતાની પ્રતિભા સ્ટેજ પર અભિવ્યક્ત કરી હતી. ભાગ લેનારી સ્કૂલોમાં જાેઈએ તો વેરાવળથી આદિત્ય બિરલા પિબ્લક સ્કૂલ, રિલાયન્સની કેડીએવી સ્કૂલ, રાજકોટની ડીપીએસ, મોરબીથી ન્યૂ એરા પિબ્લક સ્કૂલ તથા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, સુત્રાપાડાથી ડાલમિયા પિબ્લક સ્કૂલ, મીઠાપુરથી તાતા ડીએવી પિબ્લક સ્કૂલ, જામનગરથી દિલ્હી પિબ્લક સ્કૂલ, વાયુસેના-1ની કેિન્દ્રય વિદ્યાલય, એસ.બી. શર્મા સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધિકા એડયુકેર, જે.પી. મોદી સ્કૂલ અને નંદ વિદ્યા નિકેતન સ્કૂલનો સમાવેશ થાય છે.

સ્ટેજ પર અંગ્રેજી વિસ્તરણ, ગ્રેફિટી, વિજ્ઞાન, ગણિત ક્વિઝ ક્વેસ્ટ તથા લોકગીત સ્પર્ધા વિદ્યાર્થીઆે વચ્ચે યોજાઈ હતી. જેમાં ઘણી ઉભરતી પ્રતિભાઆેને સંવર્ધન થવાની તક સાંપડી હતી. જ્ઞાનાત્મક્તા ઉત્સવ થકી હીરાઆેની ચમક ઉજાગર થઈ હતી. સમગ્ર ઉત્સવ દરમિયાન હાજર રહેલા દર્શકો તેમજ ભાગ લેનારા સ્પર્ધકોના હદય ધબક્તાં રહયાં હતાં. ઉત્સવ સ્પર્ધાની ચેિમ્પયન ટ્રાેફી યજમાન નંદ વિદ્યાનિકેતન સ્કૂલે જીતી હતી પરંતુ સ્પર્ધામાં પણ શુભ આશયનો સંદેશ અન્ય લોકોને મળી રહે એ માટે ચેમ્પિયન ટ્રાેફી પ્રથમ રનર્સ અપ બનેલી રાજકોટની દિલ્હી પિબ્લક સ્કૂલને એનાયત કરાઈ હતી. વિજેતા સ્કૂલના વિદ્યાર્થીઆેને નયારા એનર્જી લિમિટેડના ઉચ્ચ અધિકારીગણ તથા જાણીતા શિક્ષણવિદ્દના હસ્તે ટ્રાેફી તથા ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે સ્કૂલના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL