નકલી માલ ધાબડી દેનારી કંપનીઓની હવે ખેર નથી: ગ્રાહક સુરક્ષા ખરડા પર ટૂંક સમયમાં મહોર

June 12, 2019 at 10:28 am


ગ્રાહક સંરક્ષણ ખરડા ઉપર સંસદીય સત્ર દરમિયાન રાજ્યસભામાં મહોર લાગી જાય તેવી સંભાવના છે. આ હેઠળ ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકો સાથે જોડાયેલી જાણકારીનો ઉપયોગ કરતાં પહેલાં તેમની સહમતિ લેવી જરી હોવા સહિતની જોગવાઈઓ સમાવિષ્ટ હશે.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજ્યસભાની કાર્યયાદીમાં ગ્રાહક સંરક્ષણ ખરડાને પણ સામેલ કરવામાં આવ્યો છે. 17 જૂનથી શ થનારા સંસદીય સત્રમાં ખરડાને મંજૂરી મળે તેવી સંભાવના છે. ખરડાના પસાર થયા બાદ ગ્રાહકોને ખરાબ સામાન વેચવા માટે અદાલતના ચક્કર કાપવા નહીં પડે અને તેઓ આ અંગેની ફરિયાદ ઓનલાઈન જ કરી શકશે.

નવા ખરડા હેઠળ ભ્રામક પ્રચાર અથવા જાહેરાતમાં સામેલ સેલિબ્રિટી ઉપર દંડ લગાવવામાં આવશે પરંતુ તેમને જેલ નહીં થાય. ગ્રાહકોને નુકસાન પહોંચાડનારા ખોટા અને ભ્રામક પ્રચાર પર બે વર્ષની જેલ અને દસ લાખ પિયા સુધીના દંડની જોગવાઈ છે. ગંભીર મામલામાં વધુમાં વધુ દસ વર્ષની જેલ અને પચાસ લાખના દંડની જોગવાઈ કરાઈ છે. ખરાબ ઉત્પાદન વેચવા ઉપર 50 કરોડ સુધીના વળતરની જોગવાઈ છે.

Comments

comments

VOTING POLL