નખત્રાણા પાસે મારુતિકારમાં આગ ભભૂકી: ત્રણ માસૂમ બાળકો ભડથું

June 12, 2019 at 5:10 pm


કચ્છ–ભૂજના નખત્રાણા પાસે આવેલ અરલ નજીક માતિકારમાં આગ ભભૂકી ઉઠતાં ઘટના સ્થળે જ ત્રણ માસૂમ બાળકો ભડથું થઈ ગયા હતાં યારે કારમાંથી બહાર નીકળી જનાર અન્ય ૯ વ્યકિતઓ દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બિબ્બર ગામના દલિત પરિવારજનો માતાજીના દર્શન કરવા જતાં હતાં તે દરમિયાન ગેસથી દોડતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આ બનાવ બન્યુ હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ નખત્રાણા પાસે અરલ ફાટક નજીક માતિવાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઈ હતી. માતિવાનમાં બેઠેલા ૯ વ્યકિતઓ બહાર નીકળવામાં સફળ થયા હતાં. યારે ૩ બાળકો બહાર નીકળી ન શકતા ભડથૂં થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતાં. જાણ થતાં જ નખત્રાણા પોલીસ તેમજ ૧૦૮ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ દાઝી ગયેલા ૯ વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં નખત્રાણા તેમજ બિબ્બર અને સાગનારા ગામના દલિત પરિવારજનો માતાજીના દર્શન કરવા ગેસની કારમાં જતાં તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતાં આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે કચ્છ–ભૂજ પંથકમાં ચકચાર મચી જવા પામી છે

Comments

comments

VOTING POLL