નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવામાં ધસારો: કાલે અંતિમ દિવસ

February 2, 2018 at 12:32 pm


સૌરાષ્ટ્ર-કચ્છની 33 અને રાજકોટ જિલ્લાની પાંચ સહિત રાજ્યની 75 નગરપાલિકાઆેની આગામી તા.17 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં અત્યાર સુધી ફોર્મ ભરવા માટે ટાઢોડું રહ્યું હતું પરંતુ ગઈકાલથી થોડો ગરમાવો આવ્યો છે. આજે ફોર્મ ભરવામાં અનેક સ્થળોએ ધસારો જોવા મળ્યો હતો. આવતીકાલે અંતિમ દિવસ હોવાથી છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે પડાપડી થવાની સંભાવના છે.

રાજકોટ જિલ્લામાં ભાયાવદર, ધોરાજી, જસદણ, જેતપુર અને ઉપલેટા નગરપાલિકાઆેની ચૂંટણી યોજાવાની છે. ગઈકાલ સાંજ સુધીમાં ભાયાવદરમાં 22, ધોરાજીમાં 58, જસદણમાં 6, જેતપુરમાં 42 અને ઉપલેટામાં 7 મળીને કુલ 135 ફોર્મ ભરાયા છે.

Comments

comments

VOTING POLL