નગરપાલિકાઓમાં કાલે ચૂંટણી: મતદાન મથકોનો કબજો સંભાળતું તંત્ર

February 16, 2018 at 11:05 am


સૌરાષ્ટ્ર-કચ્છની 33 સહિત રાજ્યની 74 નગરપાલિકાઓની ચૂંટણી આવતીકાલે યોજાનારી છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સ્થાનિક સંગઠનો અને અપક્ષો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલતી તૈયારીઓ પુરી થઈ છે. આજે કતલની રાત છે અને કાલે સવારે 8 વાગ્યાથી મતદાન શ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.
નગરપાલિકાઓની ચૂંટણીઓ ઈવીએમથી યોજાશે અને મતદારોને નોટાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. કાલે સાંજે 5 વાગ્યે મતદાન સંપન્ન થશે અને કોઈ કિસ્સામાં ફેરમતદાનની જર જણાશે તો તા.18ના રવિવારે રિ-પોલિંગ હાથ ધરવામાં આવશે. તા.19ના સોમવારે જે તે તાલુકા મથકોએ મત ગણતરી હાથ ધરાશે અને બપોર સુધીમાં જ પરિણામ જાહેર થઈ જાય તેવી શકયતા છે.
ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને આજે ચૂંટણી સાહિત્ય અને સામગ્રી સાથે મતદાન મથકોએ મોકલી દેવાયા છે અને ચૂંટણીતંત્રએ તમામ મતદાન મથકોનો કબજો સંભાળી લીધો છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થાય તે માટે પોલીસ, એસઆરપીનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોએ વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
74 નગરપાલિકાઓની ચૂંટણી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.4ની એક બેઠકની પેટાચૂંટણી પણ આવતીકાલે યોજવામાં આવશે અને તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે.

ચૂંટણી માટે ક્ન્ટ્રોલમ
નગરપાલિકાઓની ચૂંટણી માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ ક્ધટ્રોલ મની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના નંબર પણ જાહેર કરાયા છે. ક્ધટ્રોલ મના નં.079-23252072/73 અને 079-23258706 છે. આ ઉપરાંત ફેકસ નં.079-23252307, 23252885, 23258705 છે.

19,76,381 મતદારો: 2116માંથી બાવન બેઠક બિનહરીફ: કાલે 2064 બેઠક માટે ચૂંટણી
રાજ્યની 74 નગરપાલિકાની 2116 બેઠકો માટે તા.30 જાન્યુઆરીથી પ્રસિધ્ધ થયું હતું જેના માટે 19.78 મતદારોને મત્તાધિકાર મળ્યો છે.
74 નગરપાલિકાઓ માટે 80 ચૂંંટણી અધિકારી, 80 મદદનીશ ચૂંટણી અધિકારી, 15616 પોલિંગ સ્ટાફ આજ સાંજથી જ પોતપોતાના ફરજ સ્થળ પર હાજર થયા છે. રાજ્યની માંગરોળ-5, જાલોદ-1, ડાકોરા-1, તળાજા-1, ધંધુકા-2, ધોરાજી-2, મહધા-1, રાજપરની-12, જાફરાબાદ-28 મળીને બાવન બેઠકો બિનહરીફ થતાં 2064 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
આ ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગપે સંવેદનશિલ મતદાન મથકો પર વીડિયો રેકોર્ડિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ વખતની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. મતદારની ઓળક પ્રસ્થાપિત થાય તેવી 18 બાબતોને માન્ય રાખવામાં આવી છે જેમાં પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટની પાસબૂક, શૈક્ષણિક સંસ્થાનું ઓળખકાર્ડ જેવી બાબતોને ધ્યાનમાં લઈને મતદાર ઓળકકાર્ડ સિવાયના પુરાવા માન્ય રાખીને મતદાન કરવા દેવામાં આવશે.

Comments

comments

VOTING POLL