‘નચ બલિયે 9’માં સલમાન ખાન જોડીઓની કરશે જાહેરાત

June 12, 2019 at 11:12 am


ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ ટૂંક સમયમાં જ શરુ થવા જઈ રહ્યો છે. હજી સુધી આ શોમાં કઈ જોડી ભાગ લેવાની છે એ વિગતો મળી નથી. પરંતુ આ શોમાં પાંચ જોડી ફાઈનલ કરી દેવામાં આવી છે તેમજ અન્ય જોડીયોની જાહેરાત ‘નચ બલિયે ૯’ની ઓપનીંગ સેરેમનીમાં સલમાન ખાન દ્વારા કરવામાં આવશે. પ્રાપ્ય માહિતી મુજબ આ શોમાં રવિના ટંડન જજ બંને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો આ શોને બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. હવે તો દર્શકો દ્વારા બસ આ શો ક્યારે ચાલુ થાય તેની રાહ જ જોવાઈ રહી છે.

 

Comments

comments

VOTING POLL