‘નચ બલિયે 9′ માં અનુરાગ અને પ્રેરણાની એન્ટ્રી મચાવશે ધમાલ

August 2, 2019 at 10:54 am


સલમાન ખાનનો ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ શરૂ થઈ ગયો છે. આ શોમાં રીયલ જોડીની સાથે એક્સ જોડી પણ જોવા મળી રહી છે. શોની શરૂઆત 12 જોડી થી થઈ હતી. ટૂંક સમયમાં જ શોમાં બીજા એક કપલની એન્ટ્રી થવા જઈ રહી છે. સીરીયલ ‘કસોટી જિંદગી કી ૨’ના સ્ટાર પ્રેરણા એટલે કે એરિકા ફર્નાન્ડીઝ અને અનુરાગ એટલે કે પાર્થ સમથાન ‘નચ બલિયે 9’માં જોડી નંબર 13માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

‘નચ બલિયે 9’ માં અનેક સીરીયલોની સ્ટાર કપલ જોડીઓ પણ શાનદાર પરફોર્મન્સ આપતી નજરે પડશે. પછી એ વિવેક અને દિવ્યાંકાની જોડી હોય કે પછી અનિતા અને રોહિતની જોડી હોય સો કોઈ સ્ટેજ પર ધમાલ મચાવશે. ત્યારે હવે સીરીયલ ‘કસોટી જીંદગી કી ૨’ની આ ફેમસ જોડી એરિકા અને પાર્થની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હશે. અનુરાગ અને પ્રેરણાની જોડીનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. શોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં બંને રોમેન્ટિક ગીતો ‘મેરા નામ તું’ પર ડાન્સ કરી રહ્યા છે. રવિના ટંડન દ્વારા બંનેનું સ્વાગત કરાયું હતું. ત્યારે જોવાનું એ રહેશે કે શું ‘નચ બલિયે 9’ માં પ્રેરણા અને અનુરાગની જોડીની વચ્ચે કોમલીકા આવશે કે કેમ ?

Comments

comments