નયનોની નજાકત વધારતો આઈ મેકઅપ આપે છે આકર્ષક લુક….

February 12, 2019 at 8:51 pm


મેકઅપમાં આઈ મેકઅપની ખૂબ જ અગત્યની ભૂમિકા હોય છે. એક રીતે એવું પણ કહી શકાય કે સમગ્ર મેકઅપનો આધાર આઈ મેકઅપ પર જ ટકેલો હોય છે. મેકઅપ આર્ટિસ્ટનું કહેવું છે કે આજકાલના મેકઅપ ટ્રેન્ડમાં આખા ચહેરાના મેકઅપની સરખામણીએ આંખોનો મેકઅપ વધારે હેવી કરવામાં આવે છે. આંખનો મેકઅપ અલગઅલગ પ્રકારે કરી શકાય છે, જે તમારી પાર્ટી કે અન્ય ફંક્શન પર તમને ખાસ લુક આપે છે.

આઈ મેકઅપની શરૂઆત આઈ શેડોથી કરો. સ્વરોસ્કી થીમ પ્રમાણે તમે મેટેલિક કલર્સનો ઉપયોગ કરો, જેમ કે કોપર એક્સિસ, કોપર બ્રાઉન વગેરે. આઈશેડો લગાવ્યા પછી આઈબ્રોઝની નીચેના ભાગને હાઈલાઈટ કરો. આ માટે તમે ગોલ્ડન કે સિલ્વર શેડનો ઉપયોગ કરી શકો છો. આઈશેડો બાદ આંખમાં આઈલાઈનર લગાવો, જે શિમરવાળું હશે, તો વધારે સારું લાગશે. આજકાલ તો પેન્સિલ અને પેનના પણ કેટલાય શિમરવાળા આઈલાઈનર મળે છે, જેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ પછી કાજળ અને મસ્કરા લગાવો. આંખની નીચેના ભાગને પણ શિમરવાળી કલરફૂલ પેન્સિલથી તમે હાઈલાઈટ કરી શકો છો. આઈ મેકઅપ પૂરો થઈ જાય પછી છેલ્લે આંખના છેડે સ્વરોસ્કી કે સ્ટર્ડ લગાવો. આ પછી ઈચ્છો તો આઈબોલ પર થોડી ગોલ્ડ ડસ્ટ પણ લગાવી શકો છો.

સ્મોકી આઈ મેકઅપ
સ્મોકી આઈ મેકઅપ ખાસ કરીને નાઈટ પાર્ટી કે ડિસ્કો પાર્ટી માટે હોય છે, પરંતુ આ મેકઅપ વેસ્ટર્ન ડ્રેસ સાથે એટ્રેક્ટિવ લુક આપે છે, ઈન્ડિયન સાથે નહીં. સ્મોકી આઈ મેકઅપ માટે આઈશેડોમાં સ્ટોન, રેડ, એશ ગ્રે અને બર્નિક ઓરેન્જ જેવા શેડ્ઝનો ઉપયોગ કરો. આંખોને સ્મોકી લુક આપવા માટે બેથી ત્રણ કલરના આઈશેડો લગાવીને તેને વ્યવસ્થિત રીતે મર્જ કરો.

ફ્લોરલ આઈ મેકઅપ
ટ્રેન્ડી લુક મેળવવા માટે આજકાલ ફ્લોરલ મેકઅપ ખાસ્સો ટ્રેન્ડમાં છે. તેમાં શેડિંગ ઉપરાંત આંખો પર કેટલાય પ્રકારની ડિઝાઈન્સ પણ બનાવી શકાય છે. આ પ્રકારનો મેકઅપ રેમ્પ, પાર્ટી અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જેવા અવસરો પર વધારે શોભે છે. આઈ મેકઅપમાં સંતુલન જાળવી રાખવા માટે ડાર્ક શેડની આઈલાઈનર અને કાજળ લગાવો તેમજ મસ્કારામાં તમે બ્લેક શેડની જ મસ્કારાનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો કલરફુલ આઈ લેસિસ પણ લગાવી શકો છો.

Comments

comments

VOTING POLL