નયારા એનર્જી લિમિટેડ દ્વારા 226 શાળાઆેમાં દફતરની સાથે સ્વચ્છતા કીટનું વિતરણ

June 18, 2018 at 10:13 am


નયારા એનર્જી લિમિટેડએ રાજય સરકાર દ્વારા ઉજવાતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી બની ખંભાળિયા તાલુકાની 212 અને લાલપુર તાલુકાની 14 શાળાઆે મળી કુલ 226 શાળાઆેના 3,000 વિદ્યાર્થીઆેને સ્કૂલ બેગ કીટની સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા કીટનું વિતરણ કરી એક નવી પહેલ કરી હતી.

સામાજિક ઉત્તરદાયિત્વના નાતે રિફાઈનરી નજીકના ગામોમાં નયારા એનર્જી લિમિટેડ વિવિધ સેવાકીય પ્રવૃિત્તઆે કરી રહી છે. દરમિયાન રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નયારા એનર્જી લિમિટેડએ દર વર્ષની માફક સહભાગીદાર બની ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઆેને ખુશખુશાલ કરી દીધા છે. ખંભાળિયા તાલુકાની 212 અને લાલપુર તાલુકાની 14 શાળાાેમાં કંપનીના અધિકારીઆે તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના કર્મીઆેએ રુબરુ જઈ વિદ્યાર્થીઆેને સ્કૂલ બેગ અને હાઈજીન કીટનું વિતરણ કર્યું હતું. સ્કૂલ બેગ કીટમાં સ્લેટ, સ્લેટ પેન, બુક, વેક્સ ક્રેયન્સ, ક્રેયન્સ કલર બુક, પાણીની બોટલ વગેરે વસ્તુઆે વિદ્યાર્થીઆેને આપવામાં આવી હતી. આ વેળાએ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી તેમજ અન્ય અધિકારીગણ ઉપિસ્થત રહયાં હતાં.

નયારા એનર્જી લિમિટેડએ સ્કૂલ બેગ કીટની સાથે વિદ્યાર્થીઆેને હાઈજીન કીટનું વિતરણ કરી એક નવી પહેલ કરી છે. આ સ્વચ્છતા કીટમાં નેઈલ કટર, કાંસકો, ટુથબ્રસ, ટુથપેસ્ટ, ઊલિયું, હાથ રુમાલ વગેરે વસ્તુઆે વિદ્યાર્થીઆેને આપવામાં આવી હતી. કંપનીના સ્ટાફ દ્વારા બાળકોમાં સ્વચ્છતા અંગે સમજ નાનપણથી જ કેળવાય એ માટે સ્વચ્છતા કીટમાં રહેલી વસ્તુઆેનો ઉપયોગ રોજેરોજ કઈ રીતે કરવો અને તેનાથી તંદુરસ્તી કઈ રીતે સચવાયેલી રહેશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્કૂલ બેગ અને હાઈજીન બેગ મળતા બાળકોના ચહેરાઆે ખીલી ગયા હતા. કંપનીની આ પહેલને શાળાઆેના આચાર્ય તથા શિક્ષકોએ આવકારી હતી.

નયારા એનર્જી લિમિટેડ રિફાઈનરી નજીકના ગામોમાં ગ્રામશિક્ષા કાર્યક્રમ હેઠળ બાળકો શાળાઆેમાં નિયમિત હાજર રહે, કન્યા કેળવણીમાં વધારો થાય, વિદ્યાર્થીઆેમાં ઉચ્ચ અભ્યાસનું પ્રમાણ વધે, નાના બાળકોમાં ડ્રાેપઆઉટનું પ્રમાણ ઘટે અને પ્રાૈઢ શિક્ષિત થાય એ માટે કાર્ય કરવામાં આવી રહયું છે, જેને લોકો દ્વારા આવકારમાં આવી રહયું છે.

Comments

comments

VOTING POLL