નયારા એનર્જી લિ. આઈટીઆઈના 4પ યુવાનોને આપશે કૌશલ્યવર્ધક તાલીમ

August 21, 2018 at 10:50 am


નયારા એનર્જી લિમિટેડે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો માટે એપ્રેન્ટિસશીપ કેમ્પ યોજી આઈટીઆઈ (આૈદ્યાેગિક તાલીમ કેન્દ્ર) ના વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરી ચૂકેલા 4પ યુવાનોને વ્યવસાયિક કૌશલ્યવર્ધક તાલીમ આપવા આયોજન ક્ર્યું છે. આ આયોજન થકી આઈટીઆઈનો અભ્યાસ કરનારા યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના આૈદ્યાેગિક ગૃહમાં આધુનિક તાલીમ મેળવવાનો અવસર મળશે.

રોજગારલક્ષી અભ્યાસ કરવા માટે યુવા પેઢી જાગૃત બની છે અને આ માટે તાલુકા કક્ષ્ાાએ રાજય સરકારે આૈદ્યાેગિક તાલીમ કેન્દ્ર શરૂ કર્યા છે. હવે આઈટીઆઈના વિવિધ ટ્રેડના વિદ્યાર્થીઆેને વ્યવસાયિક તાલીમ યોગ્ય રીતે મળી શકે એ માટે સરકારે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ ટ્રેઈનીગ સ્કીમ અમલમાં મુકી છે.

સરકારના આ પ્રયત્નોને બળ પુરું પાડવા નયારા એનર્જી લિમિટેડ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઈટીઆઈમાંથી ઉતિર્ણ થયેલા યુવાનોને તેના ટ્રેડની આધુનિક તાલીમ મળી રહે એ માટે ખંભાળિયા અને જામનગરના આઈટીઆઈમાં પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આૈદ્યાેગિક તાલીમ કેન્દ્રના વિવિધ ટ્રેડ જેવા કે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક, ફિટર, ટર્નર, મશીનીસ્ટ, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન વગેરેમાં ઉતિર્ણ થયેલા 4પ યુવાનોની પંસદગી વાડીનારમાં આેઈલ રિફાઈનરી ધરાવતી નયારા એનર્જી લિમિટેડ દ્વારા કરાશે. પસંદ કરાયેલા યુવાનોને એક વર્ષ સુધી કૌશલ્યવર્ધક તાલીમ અને રાજય સરકાર દ્વારા નકકી કરાયેલું સ્ટાઈપેન્ડ ચૂક્વવામાં આવશે.

સામાન્ય રીતે આઈટીઆઈ પાસ કર્યા પછી તાલીમ કે પુરતા અનુભવ -કૌશલ્ય વિના યુવાનો માટે રોજગારીની તક ઘટી જાય છે ત્યારે નયારા એનર્જી લિમિટેડે એવો પ્રયત્ન કર્યો છે કે એપ્રેન્ટિસશીપ માટે પસંદ કરાયેલા યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના આૈદ્યાેગિક સંકુલમાં જરુરી તાલીમ મળી રહે અને તેના કૌશલ્યમાં વધારો થાય. આ તકે સ્વૈચ્છિક સંસ્થાઆેએ નયારા એનર્જી લિમિટેડના આ અભિગમને બિરદાવ્યો હતો. આ કેમ્પ માટે આઈટીઆઈના કર્મીઆેના સહકારથી નયારા એનર્જી લિમિટેડના એચઆર વિભાગે જહેમત ઉઠાવી હતી.

Comments

comments