નરેન્દ્ર મોદી આજે અમેઠીમાંઃ પટણાની સંકલ્પ રેલીમાં નિતીશ સાથે ચૂંટણી બ્યૂગલ ફૂંકશે

March 3, 2019 at 11:38 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારની રાજધાની પટનામાં લોકસભા ચૂંટણી અભિયાનનું બ્યૂગલ ફૂંકશે. ગાંધી મેદાનમાં આયોજિત થઈ રહેલી આ સંકલ્પ રેલમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ઉપસ્થિત રહેશે. 9 વર્ષના બાદ પીએમ મોદી અને સીએમ નીતીશ કુમાર એક સાથે જોવા મળશે. છેંી વાર નીતીશ કુમારે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન લુધિયાનામાં એનડીએની રેલીમાં ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદી આજે રાહુલ ગાધીના મત વિસ્તાર અમેઠી જાહેર સભા સંબોધવાના છે.

વડાપ્રધાન મોદી આજે પટના એરપોર્ટ પહાેંચશે અને ત્યાંથી સીધના ગાંધી મેદાન જશે. સંકલ્પ રેલીના મંચ પર બિહારના લોકોની વચ્ચે બપોરે સુધી રહેશે. એનડીએ નેતાઆેનો દાવો છે કે સભામાં 5 લાખથી વધુ લોકો એકત્ર થશે અને બિહારની તમામ રેલીઆેની ભીડનો રેકોર્ડ તોડી દેશે.
આ રેલીમાં પીએમ મોદી અને સીએમ નીતીશ કુમાર ઉપરાંત ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, જેડીયૂ પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે. જોકે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમાં સામેલ નહી થાય.

Comments

comments

VOTING POLL