નર્મદા કેનાલમાંથી પાણી છોડવા મામલે ધરણા

August 21, 2018 at 8:44 pm


ભાજપનાં અન્ય જૂથના સરપંચો લડતના માગેૅ ઃ મુંબઈ રહેતા કાેંગ્રેસી ધારાસભ્યની ચુપકીદી અંગે ટીકા

કાના ફતેહગઢ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગાગાેદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે આજે ગાગાેદર, પલાંસવા, કાનમેર, આડેસર સહિતના રપ થી વધુ ગામોના સરપંચોએ કેનાલ પર ધરણા કર્યા હતા.

ભાજપના જ અન્ય જુથના સરપંચોઅુ નર્મદા કેનાલ માંથી ખેતી અને પીવાના પાણી માટે ધરણા શરૂ કર્યા છે. ગઈ કાલે માંડવીના ધારાસભ્ય પાસે ભાજપના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારીઆેએ નર્મદા કેનાલમાંથી પીવાના પાણી માટે માંગણી કરી હતી. અને આ બાબતે ધારાસભ્યએ ખાત્રી આપી હતી અને એક બે દિવસમાં પાણી શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું પરંતુ આજે ભાજપનું જ એક જુથ કે જેણે ભાજપની સરકાર સામે બાંયો ચડાવી છે અને પાણી માટે ધરણા શરૂ કર્યા છે. તાે રાપર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા એકદમ વકરી છે. ત્યારે રાપરના કાેંગ્રેસના ધારાસભ્યની ચુપકીદી શું કહી રહી રાપર તાલુકાની જનતા અને પશુ ધન પાણી માટે વલખા મારી રહી છે. અને ધારાસભ્ય મુંબઈમાં રહેતા હોવાથી લોકો કયાં રજુઆત કરે તે પ્રન છે.

Comments

comments

VOTING POLL