નર્મદા છે ભારતીય સંસ્કૃતિમાં અનોખું મહત્વ, નર્મદાનો પ્રત્યેક કંકર છે શંકર

February 8, 2018 at 2:51 pm


આપણી ભારતીય સંસ્કૃતિમાં નર્મદા મૈયાનું વિશેષ મહત્વ છે. જેવી રીતે ઉત્તમ ભારતમાં ગંગાજી તથા યમુનાજીનું વિશેષ મહત્વ છે તેવી જ રીતે મધ્ય ભારતમાં નર્મદા મૈયાનું અપાર મહત્વ છે. સ્કંદપુરાણમાં નર્મદા મૈયાનું તથા તેના તટ ઉપર વસેલાં તીર્થોનું ઘણું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એક કથા મુજબ ભગવાન સૂર્યદેવની એક પુત્રીનું નામ તાપી છે તો બીજી પુત્રીનું નામ નર્મદા મૈયા છે. નર્મદા મૈયા અફાટ જળરાશિ ધરાવે છે. નર્મદા મૈયા ઉપર બંધ બાંધવામાં ન આવ્યો હોય તો વર્ષો વર્ષો અનેક ગામ બરબાદ થઇ જાય તેટલું અપાર જળ તેમાં વહે છે.

નર્મદા મૈયાનું એક નામ રેવા છે. નર્મદાજીનું જળ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એક કથા મુજબ સૌરાષ્ટ્રના ગઢડા પાસે આવેલી ધેલા નદી પણ ખૂબ પવિત્ર છે. આ નદીમાં જો કોઇ માંસાહારી પક્ષી કોઇનો શિકાર કરી તેનું શરીર અથવા તેનાં હાડકાં આ નદીને પાર કરાવી દે તો તે જીવનો તત્કાળ મોક્ષ થાય છે. આવી જ રીતે જો કોઇ જીવ નર્મદા નદીમાં ડૂબી જઇ મૃત્યુ પામે તો તેને ફરી જીવ લેવો પડતો નથી. અર્થાત્ તેને જનમ મરણમાં ચક્કરમાંથી મુક્તિ મળી જાય છે.

એક કથા મુજબ પ્રાચીન કાળમાં ચંદ્રવંશમાં એક હિરણ્યતા નામના રાજા થઇ ગયા. તેમનું જીવન જનક વિદેહી જેવું નિસ્પૃહી તથા નિર્મોહી હતું. તેઓ રાજા હોવા છતાં ઋષિ જેવું પવિત્ર જીવન જીવતા હતા. એક વખત તેમને વિચાર આવ્યો કે હું તો પવિત્ર જીવન જીવી મારા જીવનો ઉદ્ધાર કરી લઇશ પરંતુ મારા કોઇ પૂર્વજ જો પાપી હશે તો તેમની અવગતિ થઇ હશે.

તેઓ તેમનાં પાપથી કેવી યોનિ પામ્યા હશો. તેથી તેમનો મોક્ષ થવો આવશ્યક છે. આથી તેમને રાજા ભગીરથે જેમ ગંગાજીનું અવતરણ તેમના પૂર્વજોના મોક્ષ માટે કર્યું હતું તેમ આ મહર્ષિએ પણ પોતાનાં પૂર્વજોના મોક્ષ માટે કોઇ ઉત્તમ પવિત્ર નદીનું અવતરણ કરવાનું વિચાર્યું. સાથે સાથે તેમણે પૃથ્વીના જીવોનાં કલ્યાણનું પણ વિચાર્યું.

આથી તેમણે ભગવાન આશુતોષનું તપ શરૂ કર્યું. તેમના તપથી ભગવાન શંકર અર્થાત આશુતોષ તેમના પર પ્રસન્ન થયા. તેમનો શુભ વિચાર જાણી તેમને પૃથ્વી પર નર્મદાજીનું અવતરણ થશે તેવું વરદાન આપ્યું. આ પછી નર્મદા મૈયા પૃથ્વીના ભારત દેશમાં પધાર્યાં.

રાજાજીએ નર્મદા મૈયા અવતારિત થતાં તેમાં સ્નાન કર્યું. તે પછી તેમણે તેમના પિતૃઓના ઉદ્ધાર માટે તર્પણ તથા અર્પણ કર્યું. બીજી કથાઓમાં નર્મદાજીને પૃથ્વી પર લાવવાનો શ્રેય રાજા પુરુત્કુસુને આપ્યો છે. પદ્મપુરાણનાં વર્ણન મુજબ હરિદ્વારમાં ગંગાજી, કુરુક્ષેત્રમાં સરસ્વતી તથા વજ્રમંડળમાં યમુનાજીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ નર્મદા મૈયા દરેક ક્ષેત્રમાં અપાર પુણ્યવાહિની માનવામાં આવે છે.

એક કથા મુજબ સરસ્વતી નદીનું જળ ત્રણ દિવસમાં યમુનાજીનું જળ અઠવાડિયામાં તથા

ગંગાજળનો સ્પર્શ પણ કરનારનાં સાત જન્મનાં મહાપાપ દૂર થઇ જાય છે. પરંતુ નર્મદાજીનાં જળનાં દર્શન કરવા માત્રથી જે તે જીવ પવિત્ર બની જાય છે. નર્મદાજીના પ્રત્યેક પથ્થરને શિવ(શંકર) એટલા માટે માનવામાં આવે છે કે તે ભગવાન શિવનું વરદાન છે.

Comments

comments

VOTING POLL