નર્મદા ડેમની સપાટીમાં 99 સેન્ટી મીટરનો વધારોઃ જળ સંકટમાં રાહત

August 18, 2018 at 11:06 am


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાના, સિંચાઈના અને આૈદ્યાેગિક હેતુ માટે પાણી પુરું પાડવાના મુદ્દે ‘લાઈફ લાઈન’ સમાન સાબીત થયેલા નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 12 કલાકમાં 99 સે.મી.નો વધારો થયો છે અને તેના કારણે જળસંકટના ભયના આેથાર નીચે જીવતા ગુજરાતના લોકોને આ સમાચાર રાહતરૂપ બન્યા છે.

નર્મદા ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ગઈકાલથી જ નવા પાણીની ધિંગી આવક શરૂ થઈ છે અને છેલ્લા 12 કલાકમાં 1.51 લાખ કયુસેક પાણી નવું આવ્યું છે. હજુ નવા પાણીની આવક ચાલુ હોવાથી આ વખતના વરસાદના કારણે નર્મદામાં નવા પાણીની ધિંગી આવક થવાની આશા ઉભી થઈ છે અને જો આ આશા ફળિભૂત થશે તો ગુજરાતની પ્રજા પરનું જળસંકટ દૂર થશે.

મધ્યપ્રદેશ અને તેને સંલગ્ન રાજસ્થાનના વિસ્તારમાં લો-પ્રેશર સજાર્યું છે સાથોસાથ દરિયાની સપાટીથી 7.6 કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન છવાયું હોવાથી આજે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. નર્મદા ડેમનો કેચમેન્ટ એરિયા મધ્યપ્રદેશ હોવાથી મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડે તો નર્મદામાં નવા પાણીની આવક થાય અને ગુજરાતને પીવાના, સિંચાઈના અને આૈદ્યાેગિક હેતુમાં પાણીમાં રાહત રહે તેવી શકયતા છે.

બંગાળની ખાડીમાં કાલે નવું લો-પ્રેશર સજાર્શે

આવતીકાલ સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સજાર્શે અને જો તેની ગતિ ગુજરાત તરફ રહેશે તો વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ રહેશે તેવી સંભાવના હવામાન ખાતાના જાણકારો વ્યકત કરી રહ્યા છે.

બે દિવસ પહેલાં બંગાળની ખાડીમાં સજાર્યેલા લો-પ્રેશરના પગલે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કણાર્ટક, કેરળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ થયો છે અને બીજા લો-પ્રેશર બાદ વરસાદની માત્રા ચાલુ રહે તેવી આશા છે.

Comments

comments

VOTING POLL