નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી રૂા.730.90 કરોડની સહાય

August 30, 2018 at 10:54 am


નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઈ યોજના હેઠળ વર્ષ 2018-19 માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂા.730.90 કરોડની સહાય મંજૂરી કરી છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સરદાર સરોવર નર્મદા યોજનાનો કેન્દ્ર સરકાર દ્વારા અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામેલ દેશની 99 યોજનાઆેમાં આ પ્રાેજેકટની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની લાેંગ ટર્મ ઈરિગેશન ફંડ યોજનામાંથી રૂા.1484.391 કરોડની લાેંગ ટર્મ ઈરિગેશન ફંડની લોન 6 ટકાના આેછા વ્યાજદરથી મંજૂર કરી છે જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા માટે અને કરોડો નાગરિકોના પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરતી આ યોજનાના નહેર માળખાના બાંધકામો સત્વરે પૂર્ણ કરાશે. નર્મદા યોજનાના બધા જ કામો પૂર્ણ કરવામાં ભારત સરકાર દરેક રીતે મદદરૂપ થઈ રહી છે તે બદલ નર્મદા મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યાે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતોના અને નાગરિકોના હિત માટે ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યાના 17માં દિવસે જ સરદાર સરોવર બંધની ઉંચાઈ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી અને જૂન-17માં દરવાજા બંધ કરવાની મંજૂરી પણ મળી હતી.

Comments

comments