નવજાત શરીર પર વધુ રૂંવાટી છે તો આ રીતે કરો દૂર

January 1, 2019 at 8:51 pm


બાળકોની માંસપેશિને મજબૂત બનાવવા માટે મસાજ કરવું જરૂરી છે. તેલમાં રહેલા એન્ટીબેક્ટરિયલ ગુણ બાળકોને બીમારીથી બચાવે છે. માલિશ કરવાથી બાળકના સ્કિન પણ મોઇશ્ચર રહે છે. બાળકના જન્મના ત્રણ મહિના બાદ ઉબટનથી માલિશ કરી શકાય. ઉબટન બાળકની શરીર પર રહેલી વધુ પડતી રૂંવાટીને પણ દૂર કરે છે, રૂંવાટી દૂર કરવા કરો આ ઉપાય

મલાઈ અને બેસનમલાઈ અને બેસન પણ આ સમસ્યામાં કારગર ટિપ્સ છે. મલાઈમાં થોડું બેસન, હળદર અને મધ મિક્સ કરીને આ ઉબટનમાં થોડું હુંફાળું પાણી મિક્સ કરો, આ પેસ્ટને શરીર પર હળવા હાથે રગડો. આ પ્રયોગ વીકમાં બેથી ત્રણ વખત કરવાથી રૂંવાટી ઓછી થશે.

ઘઉંના લોટનું ઉબટનકુદરતી રીતે બાળકના વાળને દૂર કરવા એ જ સારી રીત છે. આ માટે ઘઊંના લોટનું ઉબટન પણ કારગર છે. બે ચમચી ઘઉંનો લોટ લો, તેમાં હળદર અને દેશી ઘી મિક્સ કરો. આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હળવા હાથે શરીર પર રગડો તેનાથી ધીરે ઘીરે વાળ દૂર થઈ જશે.

સાવધાની રાખવાની બાબતો

બાળકને હંમેશા હળવા હાથે માલિશ કરોશરદીની સિઝન બાળકને ધ્યાનથી મસાજ કરો અને હંમેશા હુંફાળું પાણી વાપરો
બાળકને પગથી મસાજ શરૂ કરવાનું શરૂ કરો અને પછી ધીરે ધીરે શરીરના ઉપરના ભાગમાં મસાજ કરો.

Comments

comments

VOTING POLL