નવજોત સિધ્ધુનું અવિચારી પગલું

August 21, 2018 at 10:49 am


પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની શપથવિધિમાં રહી અને ભારત સામે કાયમ ઝેર આેકતા સેનાના વડાને પ્રેમપૂર્વક ભેટીને પંજાબના મંત્રી અને કાેંગ્રેસી નેતા નવજોત સિધ્ધુએ વિવાદ ઉભો કર્યો છે.. ઈમરાન ખાનની શપથવિધિમાં હાજર રહીને સિÙºએ સાબિત કરી દીધું છે કે તેઅવસરવાદી છે. એક વાત ચોક્કસ છે કે દેશપ્રેમની જો વાત આવે તો આપણી મિત્રતા કે સંબંધને બાજુએ મૂકી દેવો પડે છે પરંતુ આ વાત સિધ્ધુએ ગણકારી નથી તે દુઃખદ છે.

પાકિસ્તાન પોતાની આતંકવાદી ગતિવિધિઆેને કારણે સમગ્ર વિશ્વમાં વગોવાયેલું છે. હવે જો આપણે ત્યાંના કોઈ કાર્યક્રમમાં હાજરી આપીએ તો આપણે પણ તેની સાથે જ છીએ તેવી એક છાપ ઊભી થઈ શકે છે. જો ભારતની સરકાર કાલે ઊઠીને ઈમરાનના કોઈ પગલાનો વિરોધ કરે તો તે કહી શકે છે કે અમે તો દોસ્તીનો હાથ લંબાવ્યો હતો અને એટલે જ ભારત વતી સિÙº શપથવિધિમાં પણ હાજર રહ્યાે હતો, આ તો ભારતની સરકાર જ એવી છે અને તેમને આ સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નથી.

બીજી વાત એ છે કે ઇમરાને માત્ર એકલા સિÙºને જ નહી, પરંતુ અનેક ભારતીય qક્રકેટ ખેલાડીઆેને આમંત્રણ આપ્યું હતું. કપિલદેવ, સુનિલ ગાવસકર વગેરે જેવા ખેલાડીઆેએ ધરાર આ શપથવિધિમાં જાણીજોઈને હાજરી નથી પુરાવી એ સર્વવિદિત છે. બીજી વાત એ પણ છે કે આ શપથવિધિમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના પ્રમુખે પણ હાજરી આપી હતી અને સિÙºએ એની સાથે પણ હસી હસીને જે રીતે ભેટવાનું કામ કર્યું કે પાકિસ્તાની લશ્કરના વડા સાથે હાથ મિલાવીને જાણે પોતે વર્ષોથી તેમને આેળખતા હોય એવો દંભ કર્યો એ પણ ખૂબ જ મૂખાર્મીભર્યું હતું.

શપથગ્રહણ વિધિમાં ભાગ લેવા જવા બદલ ભાજપ અને અકાલી દળે એમ કહીને સિÙºની આકરી ટીકા કરી હતી કે તેણે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મૃત્યુના શોકની અને દેશવાસીઆેની લાગણીની અવગણના કરી હતી. વર્ષ 2013માં પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજિતસિંહની બહેન દલબિર કૌરે પણ સિÙºએ દેશ કરતા મિત્રતાને વધુ મહત્વ આપ્યું હોવાનું જણાવી ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા બદલ સિÙºની આકરી ટીકા કરી હતી. આમ સિધ્ધુએ સર્જેલો વિવાદ હવે કાેંગ્રેસ માટે સમસ્યા ઉભી કરી શકે છે.

Comments

comments

VOTING POLL