નવલખી બંદરે વીજ કરટં લાગતાં ટ્રક ડ્રાઈવરનું મોત

February 2, 2018 at 12:05 pm


નવલખી પોર્ટ અંદર ટ્રક ઉપર ચડી તાલપત્રી બાંધતા ટ્રક ડ્રાઈવરને વીજ શોક લાગતા સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

બનાવ અંગેની વિગત મુજબ મોરબીના હરિપર ગામેરહેતો અને ટ્રક ડ્રાઈવીગનો ધંધો કરતો બિરેદુ યાદવ ઉ.વ.22 નામનો યુવાન ગઈકાલે રાત્રીના 12 વાગ્યે નવલખી પોર્ટ અંદર ટ્રક ભરવા ગયો હતો ત્યારે ટ્રક ઉપર ચડી તાલપત્રી બાંધતો હતો ત્યારે વીજ તારને અડી જતાં યુવાનને શોક લાગતા શરીરે દાઝી જતાં સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા યુવાનનું ટૂકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Comments

comments