નવા ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ અને વિદેશ મંત્રી નિર્મલા બને તેવી વકી

May 24, 2019 at 10:45 am


2019ની ચૂંટણીમાં પ્રચંડ બહમતિ સાથે એનડીએ ફરી સત્તા પર આવ્યો છે પરંતુ નરેન્દ્ર મોદીની પ્રથમ કેબિનેટ કરતાં આ નવી કેબિનેટનું સ્વપ આખું બદલાઈ જશે અને ઘણા બધા નવા ચહેરા જોવા મળશે તેવું ચચર્ઈિ રહ્યું છે. કેટલાક જૂના જોગીઓની તબિયત ખરાબ છે અને કેટલાક નિવૃત્ત થયા છે માટે મહત્ત્વના ખાતાઓમાં મોટી ફેરબદલ થશે.

ભાજપ્ના પ્રમુખ અમિત શાહને કદાચ ગૃહ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા છે. રાજનાથસિંઘ અત્યાર સુધી ગૃહમંત્રી હતા પરંતુ હવે બીજી ટર્મમાં એમને સંરક્ષણ મંત્રાલય સોંપાય તેવી સંભાવના છે. એ જ રીતે અણ જેટલીનું આરોગ્ય સારું નથી માટે એમના સ્થાને નાણા મંત્રાલયની જવાબદારી પિયુષ ગોયલને સોંપવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે. સુષ્મા સ્વરાજ ચૂંટણી લડયા નથી અને જો એમને નવી સરકારના મંત્રીમંડળમાં આવવું હોય તો એમને રાજ્યસભાના સભ્ય બનવું પડે પરંતુ સુષ્માની અત્યારે એવી કોઈ ઈચ્છા દેખાતી નથી.

અત્યારના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ મોદીકેબિનેટના મહત્ત્વના સભ્ય રહેશે અને કદાચ એમને સુષ્મા સ્વરાજના સ્થાને બેસાડવામાં આવે તેવું બની શકે છે. બીજી બાજુ સ્મૃતિ ઈરાનીએ જાયન્ટ કિલર બનીને અમેઠીમાં રાહલને હરાવ્યા છે માટે કેબિનેટમાં તેનું પ્રમોશન પણ નક્કી છે અને તેને પણ કોઈ મહત્ત્વનું ખાતું મળવાની શક્યતા છે. નીતિન ગડકરી પાસે અનેક મંત્રાલયો છે અને એમની કામગીરી અત્યાર સુધીમાં ઘણી સારી રહી છે. ખાસ કરીને માર્ગ સુધારણામાં એમની જોરદાર કામગીરી રહી છે માટે એમના ખાતા બદલવામાં આવે તેવી સંભાવના ઓછી છે.

લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને કેબિનેટ રેન્ક આ વખતે મળે તેવું દેખાય છે. ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર અને જે.પી.નડ્ડાને પણ કેબિનેટમાં યથાવત રાખવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આમ મોદી કેબિનેટમાં ઘણા બધા નવા ચહેરા હશે અને હાલના ખાતાઓની મોટાપાયે ફેરબદલ કરી દેવામાં આવશે તેવું આંતરિક વર્તુળોએ જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL