નવા ઘરમાં પ્રવેશ વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીતર થશે કંઈક અશુભ

May 25, 2019 at 6:37 pm


નવા ઘરમાં પ્રવેશની વાત કોઈ પણ વ્યક્તિ માટે આનંદ ઉત્સાહની હોય છે ત્યારે ઘણી બધી એવી બાબતો છે જે ધ્યાનમાં રાખવામાં ના આવે તો થઇ શકે કંઈક અશુભ.

સૌ પ્રથમ તો નવા ઘરમાં પ્રવેશ વખતે મુરત જાણીને જ પ્રવેશ કરો તેમજ જો કોઈ વિદ્વાનની સલાહ લેવામાં આવે તો વધુ ફાયદાકારક રહે છે તો ઘણી વાર વિદ્વાનો એવું પણ કહેતા હોઈ છે કે જો માહ, વૈશાખ, જેઠ અને ફાગણ માસનમાં ગૃહપ્રવેશ કરવામાં આવે તો તે શુભ રહે છે. આ મહિનાઓમાં ઘરે પ્રવેશ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા રહે છે. અષાઢ, ભાદરવો, આસો, પોષ અને શ્રાવણ મહિનામાં ગૃહ પ્રવેશ કરવો અશુભ રહે છે તો સાથે આ મહિનામાં સારું કામ ગૃહ પ્રવેશ પહેલા તે દિવસે કયો વાર આવે છે તેની નોંધ લો. ખરેખર, શનિવાર, રવિવાર અને મંગળવાર માટે ગૃહ પ્રવેશ તે સારું માનવામાં નથી આવતું. અઠવાડિયાના કોઈ બીજા દિવસે ગૃહ પ્રવેશ કરી શકાય છે.

ઉપરાંત ગૃહ પ્રવેશની પૂજા કરાવતા સમયે હવનની સામગ્રી પહેલાથી જ જમા કરાવી લો, તેમજ પૂજા માટે માટી કે તાંબાનો કલશ, પાણીવાળું સૂકું નારિયેળ, દીવો, ધૂપ, અગરબત્તી, રૂની વાટો, ફળ, ફૂલ, અક્ષત, મિઠાઈ, કલાવા, હળદર, ધૂપ, અશોકના પાન, ગોળ, ચોખા, દૂધ, પંચામૃત વગેરે તૈયાર રાખવું પણ આવશ્યક છે. ગૃહ પ્રવેશ પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર અશોક અથવા આંબાના પાન અથવા ગલગોટાના બનાવેવું તોરણ લગાવો.

Comments

comments

VOTING POLL