નવા ચીફ સેક્રેટરી મુકીમને વિદાય લેતા મુખ્ય સચિવની શુભેચ્છા

December 2, 2019 at 11:31 am


Spread the love

ગુજરાત કેડરના 1985 બેચના વરિષ્ઠ સનદી અધિકારી અનિલ મુકિમે આજે ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સાેંપીને સુદિર્ઘ કારકિદ} માટે શુભેચ્છા પાઠવી હતી.
મુકિમે સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચિફ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી હતી. તેઆે છેલ્લે કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂકયા છે. મુખ્ય સચિવ અનિલ મુકિમે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપીને ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે રાજયના વરિષ્ઠ સનદી અધિકારીઆેએ ઉપસ્થિત રહીને નવનિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને શુભેચ્છા પાઠવી હતી.