નવા ફ્લેટની ખરીદી પર જીએસટી થઈ શકે છે ઓછો

July 28, 2018 at 11:18 am


મંદીના તબક્કામાંથી પસાર થઈ રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાણ ફંકવામાં લાગેલી સરકારને જો નીતિપંચની ભલામણો માફક આવી તો નવો લેટ ખરીદનારા અને બિલ્ડરોને મોટી રાહત મળી શકે છે. પંચે આ ક્ષેત્રમાં ગતિ આપવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ કરમાં છૂટનું વિશેષ પેકેજ આપવાની ભલામણ કરી છે. દિલ્હી જેવા મહાનગરો અને ટીયર–૧ શહેરોમાં નિર્માણાધીન પ્રોપર્ટી પર જીએસટીમાં હાલના ૩૩ ટકા અબેટમેન્ટ એટલે કે સુધારાને વધારીને ૫૦ ટકા કરવાનો આગ્રહ કર્યેા છે. આવું થયું તો નવા લેટ પર જીએસટીનો ભાર ઘણો હળવો થઈ જશે.
સૂત્રોએ કહ્યું કે નીતિ પંચે આવાસ અને શહેરી મામલાના મંત્રાલય સાથે મળીને એક નોટ તૈયાર કરી નાણા મંત્રાલયને મોકલી છે. હાલમાં કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલની પહેલ પર રિયલ એસ્ટેટની સ્થિતિ પર થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પેકેજના મુખ્ય બિન્દુઓ ઉપર પણ ચર્ચા થઈ છે.
અત્યારે રિયલ એસ્ટેટ પર જીએસટી ૧૮ ટકા છે પરંતુ જમીનના મૂલ્યના બદલામાં ૩૩ ટકા અબેટમેન્ટ બાદ જીએસટીનો પ્રભાવિત દર ૧૮ ટકાથી ઓછો થઈને ૧૨ ટકા રહી જાય છે. સૂત્રોએ કહ્યું કે પંચે દિલ્હી જેવા મહાનગરો અને ટિયર–૧ શહેરોમાં ૩૩ ટકા અબેટમેન્ટ એટલે કે સુધારા કરવાની ભલામણ કરી છે. જો આવું થયું તો લેટ પર જીએસટી ઓછો થઈ જશે. એટલું જ નહીં પંચનું તો ત્યાં સુધી પણ કહેવું છે કે રિયલ એસ્ટેટ પર જીએસટી દર ઘટાડીને ૧૨ ટકા અને સુધારા સાથે ૮ ટકા કરી નાખવામાં આવે.
પંચે આવકવેરા કાયદાની કલમ ૨૪ હેઠળ એક નાણાકીય વર્ષમાં વ્યાજ ચૂકવવાના બદલામાં મળનારી બે લાખ રૂપિયાના કાપની સીમા વધારીને સાડા ત્રણ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. તેનાથી એ લોકોને રાહત મળશે જે હાઉસિંગ લોન ચૂકવી રહ્યા છે. સાથોસાથ વ્યાજ ચૂકવણાના બદલામાં કાપની આ સુવિધાને કન્સ્ટ્રકશનના સમયમાં પણ આપવાનું કહ્યું છે. હાલ આ સુવિધા એ નાણાકીય વર્ષથી મળે છે જેમાં લેટનું નિર્માણ થઈને કબજો મળેલો છે.
આ પ્રકારે પંચે બિલ્ડરોને રાહત આપવાના ઈરાદાથી આવકવેરા કાયદાની કલમ ૩૨ (૫) હેઠળ એ જોગવાઈને પણ ખતમ કરવાની ભલામણ કરી છે જેના હેઠળ કોઈ આવાસ પરિયોજનાનું એક વર્ષ પૂરું થયા બાદ બિલ્ડર પાસે સ્ટોકમાં પડયા વિના વેચાયેલા લેટ પર નેશનલ રેન્ટલ વેલ્યુના આધાર પર આવકવેરો આપવાની જોગવાઈ છે.

Comments

comments