નવા વકીલોને સ્ટાઈપેન્ડ, વૃધ્ધ ધારાશાસ્ત્રીઆેને પેન્શન સહિતની માગણીના ટેકામાં વિશાળ રેલી નીકળી

February 11, 2019 at 3:48 pm


નવા જરૂરિયાતમંદ વકીલોને રૂા.10 હજાર સ્ટાઈપેન્ડ, અશકત, વૃધ્ધ વકીલોને પેન્શન, ફેમિલી પેન્શન, વકીલો માટે આવાસ યોજના સહિતની માગણીઆેના ટેકામાં આજે રાજકોટ બાર એસો.ના બાર પ્રમુખ કબુલ રાજાણી અને બાર કાઉિન્સલ આેફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલની આગેવાની હેઠળ વકીલોની વિશાળ રેલી નીકળી હતી અને રેલીના અંતે વડાપ્રધાનને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર કલેકટરને સુપરત કરાયું હતું. બાર કાઉિન્સલ આેફ ઈન્ડિયાના ચેરમેન મનનકુમાર મીથા દ્વારા વડાપ્રધાનને સંબોધીને કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજૂઆત થઈ હતી. જેમાં દેશના તમામ વકીલો માટે ન્યાયાલય પરિસરમાં અથવા નજીકમાં વકીલ મિત્રો માટે વકીલ ભવન સસ્તા દરની ખાવાપીવાની કેન્ટીન નવા જરૂરિયાતમંદ વકીલોને રૂા.10,000 (પાંચ વર્ષ સુધી) આપવાની વ્યવસ્થા. વકીલ તેમજ તેમના પરિવાર માટે જરીવનનો અકસ્માત મૃત્યુ સમયે આેછામાં આેછુ રૂા.પચાસ લાખ સુધીનું વળતર, બિમારીમાં મફત સારવાર, વૃધ્ધ વકિલો માટે પેન્શન તથા પારિવારિક પેન્શન, લોક અદાલતોના કાર્યથી ન્યાયાધિશોને દુર રાખવા, વકિલોના રહેઠાણના ઘરના બાંધકામ માટે યોગ્ય દરે જમીન સહિતની માગણીઆે કરવામાં આવી હતી. માગણીઆે પરિપૂર્ણ કરવા સંદર્ભે કેન્દ્ર સરકાર વકીલોના કલ્યાણ માટે વાર્ષિક બજેટમાં દર વર્ષે રૂા.પચાર હજાર કરોડની વ્યવસ્થા માટે પ્રસ્તાવ પસાર કરવામાં આવે જેથી ઉપરની તમામ માગણીઆેના ટેકામાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે હમારી માંગે પુરી કરોના નારા સાતે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અને રેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાને આવેદન પત્ર સુપરત કરીને રૂબરૂ રજૂઆત કરી હતી.

રેલીમાં તેમજ આવેદનપત્ર સુપરક કરવામાં બાર કાઉિન્સલે ઈન્ડિયાના ગુજરાત મેમ્બર દિલીપ પટેલ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ, ટ્રેઝરર અમીતભાઈ ભગત, લાયબેરી સેક્રેટરી મોનિશભાઈ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નિશાતભાઈ જોશી, સુમીતભાઈ વોરા, જીતેન્દ્રભાઈ પારેખ, મનિષભાઈ આચાર્ય, પંકજભાઈ દાેંગા, રેખાબેન પટેલ, સંદિપભાઈ જોશી, રિતેશભાઈ ટોપિયા, સંજયભાઈ પંડયા, રાજેશભાઈ પિયુષ શાહ, હિતેશ દવે, નલીન આહ્યા, સી.એસ.પયેલ, રાજકુમાર હેરમા, ગિરિરાજસિંહ જાડેજા, ધીમંત જોષી, યોગેશ ઉદાણી, હેમાંગ જાની, તુષાર બસલાણી, સોનલબેન, નમીતાબેન કોઠીયા, રેખાબેન પટેલ, જયસુખ બારોટ, જીતેશ કિથરીયા, જયુભા રાણા, કુણાલ દવે, જયેશ બોઘરા, નેમીશ પટેલ વગેરે જોડાયા હતા.

Comments

comments

VOTING POLL