નવા વર્ષમાં ‘કારની સવારી’ ચાર ટકા માેંઘી થશે

December 6, 2018 at 11:03 am


કારના ભાવ વધવાની તૈયારી છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીએ બુધવારે જણાવ્યું હતું કે, તે નવા વર્ષમાં તમામ વાહનોના ભાવ વધારશે. કોમોડિટીના ઉંચા ભાવ અને ફોરેન એકસચેન્જની પ્રતિકૂળ હિલચાલના કારણે તેણે ભાવ વધારવા પડશે. કોમોડિટીના ભાવ વધી રહ્યા છે તેના કારણે કંપનીએ વધારાનો બોજ ગ્રાહકો પર લાદવો પડશે. જાન્યુઆરી 2019થી તમામ મોડલ્સના ભાવ વધશે. કંપની તેના પોર્ટફોલિયોમાં કેટલો ભાવ વધારવો તેના પર કામ કરી રહી છે. મોડલ અનુસાર ભાવ વધારો અલગ અલગ હશે. ઉંચા ડિસ્કાઉન્ટના કારણે કાર ઉત્પાદકના માર્જિનને અસર થઇ છે. તેની સાથે સાથે ઇનપુટ ખર્ચ વધ્યો છે. ફોરેકસના રેટ પ્રતિકૂળ છે. વર્ષના અંતમાં કારનું વેચાણ વધે તે માટે પણ કાર કંપનીઆે નવા વર્ષમાં ભાવ વધારાની જાહેરાત અગાઉથી કરતી હોય છે. કોમ્પોનન્ટની આયાત કરતાં કાર ઉત્પાદકો માટે વિપરીત ફોરેકસ મૂવમેન્ટની અસર થોડી મોડેથી થાય છે. સામાન્ય રીતે આગળના કવાર્ટરમાં તેની અસર દેખાય છે.
કોમોડિટીના ભાવ સ્થિર છે અને રૂપિયો ફરી 69થી 70ના સ્તરે આવી ગયો છે. ઉંચા ખર્ચને આેફસેટ કરવા ઉપરાંત એક મહિના અગાઉ ભાવ વધારો એટલા માટે પણ જાહેર કરવામાં આવે છે. જેથી વર્ષના અંતે ગ્રાહકો શો રૂમ્સ તરફ ખેંચાઇ આવે. તાજેતરના મહિનાઆેમાં ઇંધણના વધતા ભાવ, વ્યાજદરમાં વધારો અને વીમા ખર્ચમાં વધારાના કારણે વ્હીકલ ઉત્પાદકોને વેચાણ વધારવામાં મુશ્કેલી નડી રહી છે. સપ્ટેમ્બર સુધીમાં ત્રણ મહિના દરમિયાન સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોનું વેચાણ ઘટયું હતું. જ્યારે આેકટોબરમાં વેચાણમાં 1.55 ટકા વધારો થયો હતો. મારૂતિ સુઝુકી ઉપરાંત યુટિલીટી ઉત્પાદક ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાએ પણ એક લાખ રૂપિયા સુધી ભાવ વધારાની જાહેરાત કરી છે.

Comments

comments

VOTING POLL