નવી ઈ-કોમર્સ પોલીસી લાગુઃ અમેઝોન-ફ્લિપકાર્ટ પર હવે સસ્તી નહી મળે વસ્તુઆે, ડિલિવરી માટે પણ જોવી પડશે રાહ

February 2, 2019 at 10:58 am


ગઈકાલથી લાગુ થયેલી નવી ઈ-કોમર્સ એફડીઆઈ પોલીસી બાદ આેનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોને સામાનની ડિલિવરી માટે 4-7 દિવસ રાહ જોવી પડશે. પહેલા આેર્ડર કરેલી વસ્તુ 1-2 દિવસ વહેલા આવી જતી હતી પરંતુ હવે રાહ જોવી પડશે. જેની સૌથી વધુ અસર અમેઝોન પર દેખાશે કારણકે કંપનીએ મોબાઈલ, ઈલેક્ટ્રાેનિક્સ, ગ્રાેસરી અને ફેશન જેવી કેટેગરીમાંથી મોટા પ્રમાણમાં વસ્તુઆે હટાવી લીધી છે. ક્લાઉડટેલ અને એપેરિયો જેવા વિક્રેતાનું તો એમેઝોન પર નામોનિશાન નથી.

શુક્રવારે કંપનીના ડિસેમ્બરના 15 દિવસની કમાણીના આંકડા બાદ કંપનીના સીએફઆે બ્રાયન આેલસાવસ્કીએ વિશ્લેષકોને કહ્યું કે, આ નવી પોલીસીના કારણે ભારતમાં કિંમતો અને ગ્રાહકોની પસંદગી તેમજ વેચાણકારોને અસર થશે. વૈિશ્વક સ્તરે અમેઝોનને ડિસેમ્બર ક્વાર્ટરમાં 642 મિલિયન ડોલરનું નુકસાન થયું છે, જે ગત વર્ષ આ ગાળામાં 919 મિલિયન ડોલર હતું. આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં અમેઝોનના નબળા પ્રદર્શનનું એક કારણ કંપનીએ ભારતના માર્કેટ પાછળ કરેલો ધૂમ ખર્ચો છે. આ જ સમયગાળામાં અમેઝોનનું વૈિશ્વક વેચાણ 18 બિલિયનથી વધીને 21 બિલિયન થયું હતું.

કોન્ફરન્સ કોલ પર કંપનીના સીએફઆેએ કહ્યું, અમારી મુખ્ય ચિંતા ભારતના ગ્રાહકો પર નવી પોલીસીની અસર આેછી થાય તે જોવાની છે. અમે અમારો બિઝનેસ પસંદગીના ભાવ અને સગવડના આધારે ઊભો કર્યો છે. અમને નથી લાગતું કે આ ફેરફારોની ભારતના ગ્રાહકો અને વિક્રેતા માટે કંઈ બદલશે. અમે તમામ નિયમો અને કાયદાઆેનું પાલન કરવા માટે પ્રતિબÙ છીએ પણ સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

િફ્લપકાર્ટ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, તેઆે પણ ડેડલાઈનને વળગી રહેવાના સરકારના નિર્ણયથી નિરાશ થયા છે. િફ્લપકાર્ટ પર આ ફેરફારોની તાત્કાલિક અસર જોવા નહી મળે કારણકે મોટા વિક્રેતાઆે સાથે સીધી હિસ્સેદારી નથી. પરંતુ આગામી અઠવાડિયાઆેમાં જ્યારે હાલનો માલ-સામાન પૂરો થઈ જશે ત્યારે કંપનીએ બ્રાંડ્સ સાથે નવા કરાર કરવા પડશે. નવી પોલીસીથી થર્ડ-પાર્ટી પ્રાેડક્ટ્સને અસર થવાની સાથે અમેઝોનના પોતાના ઉત્પાદનો પર પણ અસર પડી છે. ક્લાઉડટેલ અને એપેરિયો (જેમાં અમેઝોન પાર્ટનર છે.)એ શિપમેન્ટનો લગભગ 50 ટકા હિસ્સો અમેઝોન માટે રાખ્યો હતો જે હવે વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ જથ્થામાંથી માત્ર થોડો ભાગ નાના વેચાણકારોને મોકલવામાં આવ્યો છે એટલે કેટલાક કિસ્સાઆેમાં અમેઝોન ડિલિવરી ટાઈમ 5-7 દિવસનો કે તેનાથી વધુ આપે છે.

છેલ્લા 24 કલાકમાં પ્લેટફોર્મ પર કેટલાક નવા વિક્રેતાઆે જોવા મળ્યા છે જે ક્લાઉડટેલની વસ્તુઆે અમેઝોન પર લિસ્ટ કરી રહ્યા છે. જય સમધા નવા લોન્ચ થયેલા વિક્રેતા પૈકીનું એક છે. અમેઝોનના માસિક ગ્રાેસરી સેગમેન્ટ પેન્ટ્રીમાંથી પણ મોટાભાગની એફએમસીજી વસ્તુઆેનું વેચાણ અટક્યું છે. આની અસર પ્રાઈમ નાઉ (એક્સપ્રેસ ડિલિવરી પ્લેટફોર્મ) પર પણ થઈ છે. છેલ્લા એક વર્ષમાં ગ્રીન મોબાઈલ્સ, અમેઝિંગ બાય, આેલંપિયા ઈન્ડસ્ટ્રીઝ, યુબીએસપીડી અને યુ-રીડ શોપે અમેઝોન ઈન્ડિયા પર વ્યાપ વધાર્યો છે. તેમ છતાં ક્લાઉડટેલ અને એપેરિયો સૌથી વધુ વેચાણ કરે છે. ટૂંકમાં આ બંને અમેઝોનના વૈિશ્વક સ્તરે સૌથી મોટા 20 વિક્રેતાઆે પૈકીના છે. આ માહિતી આંતરરાષ્ટ્રીય સ્તરે આવા પ્લેટફોર્મનો ડેટા એકત્ર કરતા માર્કેટ પલ્સ તરફથી આપવામાં આવી છે.

સરકાર ડેડલાઈન વધારવાના મૂડમાં નથી તેનો અંદાજો લગાવીને અમેઝોને સ્ટોક િક્લયર કરવાનો શરુ કર્યો ત્યારે 4 યૂ માર્કેટિંગએ અમેઝોનના ડિવાઈસનું વેચાણ કર્યું. અમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, દરેક વેચાણકતાર્ પોતાના નિર્ણયો જાતે લે છે કે શું લિસ્ટ કરવું અને ક્યારે કરવું. અમે તેના પર ટિપ્પણી ન કરી શકીએ. નવા નિયમના કારણે પ્રાઈમ સબસ્ક્રાઈબર્સને અસર થશે કારણકે તેઆેને કંપનીએ પસંદગીની વિશાળ તક અને ફાસ્ટ ડિલિવરીનું વચન આપેલું છે. ગયા વર્ષના એક રિપોર્ટ પ્રમાણે, અમેઝોનના લગભગ 7 મિલિયન પ્રાઈમ સબસ્ક્રાઈબર્સ છે. પ્રાઈમ યૂઝર્સ નોન-પ્રાઈમ યૂઝર્સ કરતાં વધુ ખરીદી કરે છે.

Comments

comments

VOTING POLL