નાગપુરઃ પૂર્વ ક્રિકેટર જયસૂર્યા સહિત 3 ખેલાડીઆે પર ભારતમાં સડેલી સોપારીના સ્મગલિંગનો આરોપ

November 22, 2018 at 11:40 am


ભારતમાં સ્મગલિંગ કરી સડેલી સોપારી મોકલવાના મામલે શ્રીલંકાના પૂર્વ qક્રકેટર અને કેપ્ટન સનથ જયસૂર્યાનું નામ સામે આવ્યું છે. ઉપરાંત બીજા બે ખેલાડીઆેના નામ પણ જણાવવામાં આવી રહ્યાં છે પરંતુ તેમના નામોનો ખુલાસાઆે થયા નથી.

ડાયરેક્ટર આેફ રેવન્યૂ ઈન્ટેલીજન્સે નાગપુરમાં કરોડો રુપિયાની સડેલી સોપારી જપ્ત કરી હતી. જેમાં પકડાયેલાં એક વેપારીની પૂછપરછમાં જયસૂર્યાનું નામ સામે આવ્યું. રેવેન્યૂ ઈન્ટેલીજન્સની ટીમે જયસૂર્યાને પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યા, તેઆે આવ્યાં પણ ખરા. હવે આગળની કાયદાકીય કાર્યવાહી માટે શ્રીલંકા સરકારને પત્ર મોકલવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે અન્ય qક્રકેટ ખેલાડીઆેને 2 ડિસેમ્બર સુધી પૂછપરછ માટે બોલાવવાની તૈયારીમાં છે.

ઈન્ડોનેશિયાથી આવી હતી સોપારી

રેવેન્યૂ ઈન્ટેલીજન્સના ડેપ્યુટી ડાયરેક્ટર દિલીપ સિવારેએ જણાવ્યું કે આ સોપારી ઈન્ડોનેશિયાથી પહેલાં શ્રીલંકા જે બાદ ત્યાંથી સ્મગલિંગ કરીને ભારત પહાેંચી હતી. જે માટે શ્રીલંકામાં ડમી કંપનીઆે બનાવવામાં આવી.

ઉત્પાદનના નકલી સટિર્ફિકેટ શ્રીલંકામાં બનાવવામાં આવ્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેલાડીઆેએ પોતાની આેળખનો ફાયદો ઉપાડીને શ્રીલંકા સરકાર સમક્ષ સોપારીના વેપાર માટે લાયસન્સ લીધા, ડમી કંપનીઆે બનાવી. ઉત્પાદનના નકલી દસ્તાવેજ તૈયાર કયા¯. દાવો કરવામાં આવ્યો કે સોપારીનું ઉત્પાદન શ્રીલંકામાં થયું છે. એવું કરીને ઈમ્પોર્ટ ડéૂટીની ચોરી કરવામાં આવી. આ જાણકારી રેવેન્યૂ ઈન્ટેલીજન્સના નાગપુરમાં પાડવામાં આવેલા દરોડા બાદ સામે આવી. નાગપુરમાં પ્રકાશ ગોયલ નામના વેપારીના ગોદામ સીલ કરવામાં આવ્યાં. તેમજ તેના વિરુÙ બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરાયાં છે. આ પહેલાં મુંબઈના ફારુખ ખુરાની નામનો એક વેપારી પકડાયો હતો.

શ્રીલંકાથી ઈમ્પોર્ટ ડéૂટીમાં છૂટ

ભારતના વેપારી સીધા ઈન્ડોનેશિયાથી સોપારી ખરીદે તો તેમને 108% ઈમ્પોર્ટ ડéૂટી ચુકવવી પડે છે. સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એરિયા અંતર્ગત શ્રીલંકાથી ઈમ્પોર્ટ ડéૂટીમાં પૂર્ણ રીતે છૂટ છે. જેનો ફાયદો સોપારીના સ્મગલિંગમાં ઉઠાવવામાં આવ્યો. 100 કરોડની સોપારી 25 કરોડમાંનાગપુરમાં બેઠેલાં કર્મચારીઆેને સૌથી વધુ ફાયદો સડેલી સોપારી ઈમ્પોર્ટ કરવામાં હોય છે. ઈન્ડોનેશિયાની સડેલી સોપારી શ્રીલંકાના વેપારી ભારતીય વેપારીઆેની કુલ કિંમતના 25% ભાવે વેચે છે. એટલે કે 100 કરોડની સોપારી 25 કરોડમાં લઈને તેને દેશના અલગ અલગ ભાગમાં સલ્ફરની ભઠ્ઠીમાં પકાવીને સારી સોપારીની સાથે ભેળવવામાં આવે છે.

ક્રિકેટર

નાગપુર શહેર સૌથી મોટું કેન્દ્ર બન્યું નાગપુર શહેર સેડલી અને કાચી સોપારીના ધંધાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. 100 કરોડ રુપિયાથી વધુનો વેપાર નાગપુરથી થાય છે. જેના અનેક કારણ બતાવવામાં આવી રહ્યાં છે. માર્ગ અને રેલ માર્ગથી નાગપુર સીધા જોડાવવાથી અહી સહેલાયથી માલ પહાેંચાડી શકાય છે. મધ્યપ્રદેશમાં મોટા પ્રમાણમાં સપ્લાઈ સોપારીનો મોટો જથ્થાને એશિયાઈ દેશોથી લાવી આસામ સુધી પહાેંચાડવામાં આવે છે. આસામમાં સોપારીનો મોટો વેપાર છે. ત્યાં અનેક ડમી કંપનીઆે છે, જ્યાં ઉત્પાદના પાકા બિલ બનાવીને દેશભરમાં મોકલવામાં આવે છે. ત્યાંથી મોટા પ્રમાણમાં સોપારી નાગપુર પહાેંચે છે. મધ્યપ્રદેશમાં પણ મોટી માત્રામાં તે જ સોપારી સપ્લાઈ થઈ રહી છે, જે શ્રીલંકાથી નકલી બિલો પર પહાેંચી રહી છે.

Comments

comments

VOTING POLL