નાગરિક બેંકમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લાે દિવસ

September 6, 2018 at 2:37 pm


વિકાસ પેનલને એક બેઠક બિનહરીફ જાહેર થઇ

ભાવનગર નાગરિક સહકારી બેંકની 8 સામાન્ય, બે મહિલા અનામત અને 1 અનુસુચિત જાતી-જન જાતી માટેની મળી કુલ 11 બેઠકોની થનારી ચુંટણીમાં જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલને એક બેઠક માટે આ પેનલના નિરૂબહેન પડાયાનું એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરાતા અને ચકાસણીના અંતે તે માન્ય રહેતા નિરૂબહેન પડાયા નાગરિક બેંકના ડિરકટર તરીકે બિનહરીફ ચુંટાઇ આવતા જીતુ ઉપાધ્યાય અને તેમની પેનલના અન્ય ઉમેદવારોએ નિરૂબહેનને અભિનંદન અને શુભેચ્છાઆે પાઠવી હતી હવે 8 સામાન્ય બેઠકો માટે 24 ઉમેદવારો અને બે મહિલા અનામત બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં રહે છે પરંતુ ઉમેદવારી પત્રો પાછા ખેંચાવાની અવધી પુરી થયા બાદ ખરેખર કેટલા ઉમેદવારો છે તે ચિત્ર આજે તા.6ના રોજ સાંજે 5 કલાકે સ્પષ્ટ થશે. આ ચુંટણી તા.23-9ના રોજ યોજાશે. જેનું મતદાન ટાઉન હોલ ખાતે થશે. 25 હજાર ઉપરાંત સભાસદો ધરાવતી આ બેંકની ચુંટણી ભારે રસપ્રદ બની રહેશે.

Comments

comments

VOTING POLL