નાગિન ૪માં આ એક્ટ્રેસ જોવા મળશે નેગેટીવ રોલમાં…

June 10, 2019 at 11:18 am


‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી પ્રચલિત થયેલી હોટ એક્ટ્રેસ હિના ખાન હવે એકતા કપૂરની લોકપ્રકિય સીરિયલ નાગિનમાં ચમકે તેવી શક્યતા સેવાઈ રહી છે. હીના ખાને એકતા કપૂરની જ સીરિયલ ‘કસૌટી જિંદગી કે’માં ખલનાયિકા કોમોલિકાનો રોલ ભજવ્યો હતો. હીના ખાનને લોકોએ કોમોલિકાની ભૂમિકામાં બહુ જ પસંદ કરી હતી. પરંતુ ત્યારબાદ હીના ખાને એ પછી ‘કસૌટી જિંદગી કે’ કસૌટી જિંદગી કી સિરીયલ છોડી દીધી હતી. બાદ તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઘૂમ મચાવી હતી. જે કિસ્સો પણ ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો. તેણીએ પ્રિયંકા અને નીક સાથે પણ તસ્વીરો ક્લિક કરી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. હાલ હવે હિના ખાનને નાગિન 4ના નેગેટિવ કેરેક્ટરમાં લેવા ફિલ્મના સર્જકો પ્રયાસ કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL