નાઘેડીના તળાવ પાસે મોટા માંઢાના યુવાનની હત્યા

September 8, 2018 at 12:59 pm


જામનગર નજીક નાઘેડીના લહેર તળાવ પાસે ગઇકાલે સાંજે હત્યા કરેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, પોલીસ ટુકડી દ્વારા તપાસ કરવામાં આવતા મરનાર પાસેથી મળી આવેલા કાર્ડના આધારે તેની આેળખ થઇ હતી, કયા કારણસર અને કોણે આ હત્યા નિપજાવી એ દિશામાં તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.

જામનગરની ભાગોળે આવેલા નાઘેડી તળાવ પાસે ગઇકાલે સાંજે એક યુવાનનો મૃતદેહ પડયો હોવાની જાણ પંચ-બી ને કરવામાં આવતા તપાસ માટે ટુકડી દોડી ગઇ હતી, શરીર પર ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, કોઇએ હત્યા નિપજાવ્યાનું બહાર આવ્યુ હતું દરમ્યાનમાં મરનાર પાસેથી મળી આવેલા કાર્ડના આધારે આેળખ થઇ હતી જેમાં મરનાર મોટા માંઢા ગામના રમેશ દિપકભાઇ બગડા (ઉ.વ.25) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ પીએમ માટે જી.જી. હોસ્પીટલના ફોરેન્સીક વિભાગમાં મોકલી આપ્યો હતો તેમજ બનાવ બાબતે જુદી જુદી દિશામાં તપાસના ચક્રાે ગતીમાન કરવામાં આવ્યા હતા. આ બનાવના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે.

બેટ દ્વારકાના દરીયામાં તણાઇ જતા યુવાનનું મૃત્યુ

જામનગરના નવ જેટલા યુવાનો બેટ દ્વારકા ખાતે હાજી કીરમાણીની દરગાહે ગયા હતા દરમ્યાનમાં દરીયામાં ન્હાવા પડેલા યુવાનો પૈકી એકનું ડુબી જવાથી મૃત્યુ નિપજયુ હતું આ બનાવના પગલે પરિવારજનો સહિતમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

જાણવા મળતી વિગત મુજબ જામનગરના બેડેશ્વર વિસ્તારના નવ જેટલા યુવકો બેટ દ્વારકામાં ગયા હતા દરમ્યાનમાં ચાર યુવાનો ન્હાવા માટે પડયા હતા એ દરમ્યાન દરીયાઇ કરન્ટના કારણે તણાઇ જતા બેડીના સુલતાન હુસેનભાઇ માણેક (ઉ.વ.17) નામના તરૂણનું ડુબી જવાથી મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

કાલાવડમાં મનમાં લાગી આવતા તરૂણીનો ઝેરી દવા પી આપઘાત

કાલાવડના કુંભનાથપરામાં રહેતી તરૂણીએ મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, યુવકે સગાઇ તોડી નાખવાની વાત કરતા આ પગલુ ભર્યાનું પોલીસ ચોપડે નાેંધાયુ છે બીજા બનાવમાં મોરવાડી ગામમાં ચકકર આવતા બેભાન થઇ ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.

કાલાવડના કુંભનાથપરામાં રહેતી પાયલબેન પ્રવિણભાઇ જામલીયા (ઉ.વ.16) નામની તરૂણીની સગાઇ ફાચરીયા ગામે રહેતા નરેશ નિલેશભાઇ દરગાણીયા સાથે થયેલ હોય દરમ્યાનમાં નરેશે પાયલને ફોનમાં સગાઇ તોડી નાખવાની વાત કરી હતી જે બાબતે તરૂણીને મનમાં લાગી આવતા ગઇકાલે બપોરના સરવાણીયા જવાના રોડ પર વાડીએ પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું આ અંગે પ્રવિણભાઇ દ્વારા ટાઉન પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મોરવાડી ગામમાં ચકકર આવતા બેભાન હાલતમાં યુવકનું મૃત્યુ

બીજા બનાવમાં કાલાવડ તાલુકાના મોરવાડી ગામમાં રહેતા દિનેશ ધનજીભાઇ પ્રાગડા (ઉ.વ.40) નામના પટેલ યુવાન તા. 5ના રોજ પોતાની વાડીએ કામ કરતા ત્યારે ચકકર આવતા પડી જતા બેભાન હાલતમાં જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની જાણ અરવિંદભાઇ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL