નાઘેડી પાસે અજાÎયા યુવાનની કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

September 12, 2018 at 2:12 pm


જામનગરના પંચકોશી બી વિસ્તારમાં આવેલા નાઘેડી ગામને અવાવરૂ જગ્યામાંથી પાંચ દિવસ પહેલા અજાÎયા યુવાનના મળી આવેલા મૃતદેહ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાનની આેળખ કરવાની સાથે આ ઘટના હત્યાની હોવાનું અને હત્યા કરાયેલા યુવાનના મોટાભાઇએ પે્રમલગ્ન કર્યા હોવાના મનદુઃખના કારણે ત્રણ શખ્સોએ હત્યા કર્યાની સનસનીખેજ વિગતો પત્રકારોને જામનગર ગ્રામ્યના ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવી હતી.

જામનગર નજીકના નાઘેડી ગામની અવાવરૂ જગ્યામાં ગત તા.7-9-2018ના રોજ સાંજના સુમારે અજાÎયા યુવાનનો મૃતદેહ પડયો હોવાની માહીતી પંચકોશી બી ડીવીઝનને આપવામાં આવતાં, તાકીદની અસરથી પોલીસ ઘટના સ્થળે પહાેંચી મૃતદેહનું નિરીક્ષણ કરી તેમને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં મૃતક યુવાનની લાકડી પાઇપ વડે માર મારવામાં આવ્યાની પ્રાથમિક વિગતો ખુલવા પામી હતી, જેના પગલે પોલીસ દ્વારા આ અંગે તપાસ ધરવામાં આવી હતી. પોલીસની તપાસના પાંચમાં દિવસે આ હત્યાનો ભેદ ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ ઉકેલવામાં આવ્યો છે. હત્યા કેસ ઉકેલાયા અંગે ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી.દોશીએ પત્રકારોને માહીતી આપતા જણાવ્éું હતું કે નાઘેડીના અવાવરૂ સ્થળ પરથી ગત તા.7ના રોજ હત્યા કરાયેલી એક અજાÎયા યુવાનની લાશ મળી આવી હતી, આ અંગે પોલીસ તપાસ હાથ ધરતાં મૃતક યુવાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા માંઢા ગામનો રમેશ વેજાભાઇ બગડા હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરતાં મરણજનાર રમેશ અને તેના મીત્ર જયદિપસિંહ ગત તા.6-9ના જામનગર મેળામાં આવવા રવાના થયા હતાં.

રમેશ અને જયદિપસિંહ જામનગર આવતાં હતાં એ પહેલા તેઆેએ કોઇ છોકરી સાથે ટેલીફોનીક વાતચિત કરી હતી અને તેઆે તેમને મળવા માટે નાઘેડીના અવાવરૂ સ્થળે પહાેંચ્યા હતાં, દરમ્યાન મોટા માંઢા ગામના જ જુમ્મા અલારખાની પુત્રી સાથે મરણજનારના મોટાભાઇએ 3 મહીના પહેલા પ્રેમલગ્ન કર્યા હોય તે અંગેનું મનદુઃખ રાખી જુમ્મા અલારખાના મોટાબાપુના દીકરા કાસમ જુસબ, અલ્તાફ ઉંમર અને ઇકબાલ મોટા નામના શખ્સોએ તેમને આંતર્યા હતાં. દરમ્યાન આ ત્રણેય શખ્સોએ રમેશ ઉપર લાકડી અને કડીયારી ડાંગ વડે હુમલો કરી રમેશની નિર્મમ હત્યા કરી હોવાની બાબતો ગ્રામ્ય ડીવાયએસપી દોશીએ જણાવી હતી અને વધુમાં ઉમેર્યુ હતું કે, આ હત્યાનો ભેદ ઉકેલવાની સાથો સાથ પોલીસે ત્રણેય આરોપીઆેને ઝડપી લીધા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ આ હત્યા કેસને પાંચ દિવસના સમયગાળામાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

Comments

comments

VOTING POLL