નાજુક નખ કાયાની સુંદરતામાં વધારો કરવામાં આશિર્વાદરૂપ

April 6, 2019 at 1:41 pm


નખ આપે છે આકર્ષક લુક આ વાત તો આપણે સાંભળીએ જ છીએ…

ધણા લોકોને નખ કરડવાની ટેવ હોય છે., તે જરા પણ ટેન્શન થાય કે તરત જ તે નખ કરડવા બેસી જાય છે. પરંતુ કયારેય નખની સુંદરતા વધારવાનું વિચારતા નથી.ત્યારે વાળની માફક નખની જાળવણી પણ ખૂબજ જરૂરી છે. જેની જાળવણી ન થાય તો શું થાય છે જાણો…

નખ કરડવાની આદતને કારણે કેટલીકવાર નખ ગુમાવવાનો વખત આવે છે.

ડિટર્જન્ટ અને મેનિક્યોર વ્યવસ્થિત ન કરવામાં આવે તો નખની સપાટી એક સમાન ન રહેતા ખરબચડી થઈ જાય છે. આ ઉપરાંત ગંદા પાણીમાં વધુ સમય હાથ રાખવામાં આવે તો ફન્ગસ થવાનો સંભવ છે.

પ્રોટીનના અભાવને કારણે પણ નખ તૂટી જાય છે. પ્રોટીન ધરાવતા તેલ નખ પર લગાડવાથી જરૂરી એવું પ્રોટીન મળી રહે છે એ માન્યતા ભૂલ ભરેલી છે.
નખ રોજ વધે છે. લાંબી આંગળીઓમાં નખ વધુ ઝડપથી વધે છે. શિયાળા કરતાં પણ ઉનાળામાં નખ ઝડપથી વધે છે. આ ઉપરાંત મોટી ઉંમરની વ્યક્તિઓ કરતા યુવાન વ્યક્તિઓના નખ વધુ જલદી વધે છે.

નખની માવજત કેમ કરશો…..
બહારથી સખત લાગતા નખ અંદરથી ખૂબ જ સંવેદનશીલ છે. આ કારણે નખની યોગ્ય માવજત જરૂરી છે.

વખતો વખત નખ કાપવા જરૂરી છે. નખ કાપતી વખતે ધ્યાનમાં રાખવું કે હાથ તેમ જ પગના નખ સીધા કાપવા છેડા ગોળાકાર કાપવાથી નખ અંદરની તરફ વધવાની શક્યતા છે. ખાસ કરીને પગના નખમાં આ સમસ્યા ઉત્પન્ન થવાની શક્યતા વધુ છે. કેટલીકવાર આને લીધે નાની સર્જરી કરવાની પણ જરૂર પડે છે.

ધાતુની ફાઈલ વાપરવાને બદલે એમરી બોર્ડ વાપરો. શક્ય હોય ત્યાં સુધી નખને રંગવાનું ટાળો. અને નેઈલ પોલીશ લગાડવાનો એટલો જ શોખ હોય તો વધુ પડતા કૉટ લગાડવા નહીં. પરંતુ મહિનામાં થોડા દિવસ નખ રંગ્યા વગરના રાખવાની આદત કેળવો.

નખને પૂરતો આરામ આપવામાં આવે અને પાણીથી દૂર રાખવામાં આવે તો નખમાં લાગતો ચેપ નિવારી શકાય છે. મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ વધારો. આમ હરહંમેશ જાળવણી કરવાથી નખની સુંદરતા વધારી શકાય છે.

Comments

comments

VOTING POLL