નાણાંની તંગી નથી છતાં ખેડૂતો-આદિવાસીઆેને ન્યાય નથી મળતોઃ રાહુલ

February 14, 2019 at 4:07 pm


વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા લાલડુંગરી ખાતે જનઆક્રાેશ રેલીને સંબોધતાં કાેંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે નાણાંની તંગી નથી પરંતુ 15 ઉદ્યાેગપતિઆેને લાખો-કરોડો રૂપિયાના લાભો અપાય છે, તેમના દેણા માફ થાય છે પરંતુ ખેડૂતો અને આદિવાસીઆેને ન્યાય મળતો નથી.

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ત્યારે પણ ખેડૂતોના દેવામાફીનું વચન આપ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અમારી સરકાર આવતા જ અમે ખેડૂતોના દેવા માફ કર્યા છે. લોકસભાની આગામી ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરતાં રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, 40 હજાર કરોડના દેવામાં ડુબેલી અનિલ અંબાણીની કંપનીને 30 હજાર કરોડનો ફાયદો નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે. પોતાના પ્રવચનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ શ્રાેતાઆે પાસે ‘ચોકીદાર ચોર છે’ તેવા નારા ગુજરાતીમાં લગાવ્યા હતા. આજે રાહુલ ગાંધીને સાંભળવા માટે વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

રાહુલ ગાંધીની હાજરીમાં ધારાસભ્ય ભાન ભૂલ્યાઃ ભાજપને ગાળો ભાંડી

કાેંગ્રેસ માટે લક્કી ગણાતી વલસાડના લાલડુંગરી મેદાનમાં આજે રાહુલ ગાંધીની હાજરીમાં જનઆક્રાેશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાેંગ્રેસના જ ધારાસભ્ય મંગળ ગાવિત ઉત્સાહમાં આવી ભાન ભૂલી ગયા હોય તેવી રીતે રાહુલની હાજરીમાં જ સ્ટેજ પરથી ગાળો બોલવા લાગ્યા હતાં. મંગળ ગાવિતે ભાજપને અને તેના નેતાઆેને અપશબ્દો ભાંડયા હતાં. આ પછી મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોમાં ચર્ચાએ જોર પકડયું હતું. જો કે આ ગાળ વિશે રાહુલ ગાંધી વાકેફ હોય તેવું લાગી રહ્યું નહોતું.

Comments

comments

VOTING POLL