નાણાકીય લેતીદેતીમાં ત્રાહિત વ્યકિતનું અપહરણ, મારકૂટના ગુનામાં ત્રણ શખસોને ૧–૧ વર્ષની કેદ

April 16, 2018 at 3:35 pm


રાજકોટમાં ૧૫૦ ફટ રોડ આસ્થા ચોકડી પાસેથી શકિતસિંહ વાઘેલાનું અપહરણ કરી જઈ મારકૂટ, ધામ ધમકી, ગાળાગાળીના કેસમાં અદાલતે ત્રણ શખસોને તકસીરવાર ઠરાવીને એક વર્ષની સજા અને દંડનો હુકમ કર્યેા છે.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત શકિતસિંહ રણજીતસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ભાઈ વિજયસિંહ સાથે પૈસાની થયેલી લેતીદેતી બાબતે પિયુષ ખોડા મેઘાણી, સામત ઘુસા વકાતર અને લાખા વીરા ભરવાડ ત્રણ શખસો ૨૬૦ ફટ રોડ આસ્થા ચોકડી પાસે પોતાને રોકીને બાઈકમાં અપહરણ કરી જઈને નાનામવા ચોકડી પાસે બેફામ ઢીકાપાટુનો માર મારી, ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી અને તપાસકરીને પિયુષ ખોડા મેઘારી રહે.મોટામવા શ્યામ પાર્ક શેરી નં.૨, સામત ઘુસા વકાતર રહે.સંતકબીર રોડ, કૈલાશનગર શેરી નં.૧ અને લાકા વીરા ભરવાડ રહે.સાધુ વાસવાણી રોડ, રામાપીર મંદિર પાસે, મફતિયાપરા સામે ચાર્જશીટ મુકયું હતું.

આ કેસ ચાલી જતાં અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.એસ.ગઢવીએ ત્રણેય આરોપીને તકસીરવાર ઠરાવીને એક વર્ષની કેદ અને રૂા.એક હજાર દંડનો હુકમ કર્યેા છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી બી.એન.શુકલે રજૂઆતો કરી હતી

Comments

comments

VOTING POLL