નાણાક્ષેત્રમાં 70 વર્ષની સૌથી ઘેરી કટોકટી

August 23, 2019 at 10:29 am


દેશના ફાયનાન્શીયલ સેક્ટર એટલે કે નાણાકીય વ્યવહાર કરતાં વિભાગો અને સંસ્થાઆેની હાલત કેટલી કફોડી છે અને કેટલી ખાડે ગઈ છે તેનો અંદાજ બીજા કોઈએ નહી પરંતુ ખુદ સરકારની આર્થિક નીતિની થીન્ક ટેન્ક ગણાતી સંસ્થા નીતિ આયોગે આપ્યો છે. નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવકુમારે સનસનાટીજનક નિવેદન કરીને એમ કહ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં સૌથી ખતરનાક કટોકટી અત્યારે ફાયનાન્શીયલ સેક્ટરમાં છે. અત્યારની જે આ કફોડી હાલત છે એવી પાછલા 70 વર્ષમાં ક્યારેય જોવા મળી નથી.

એમણે નવીદિલ્હી ખાતે એમ કહ્યું કે નાણાકીય સેક્ટરમાં અત્યારે સ્થિતિ એવી છે કે કોઈ કોઈના ઉપર ભરોસો કરતું નથી. આ ભયંકર સ્થિતિને નિવારવા માટે કેન્દ્ર સરકારે એક્સ્ટ્રા આેર્ડનરી એટલે કે અજોડ અને અસાધારણ પગલાં ભરવા પડશે. અત્યારે દેશમાં ફાયનાન્શીયલ સેક્ટરમાં કોઈ કોઈના પર ભરોસો કરતું નથી. ખાનગી ક્ષેત્રમાં અત્યારે કોઈ રોકાણ કરવા તૈયાર નથી, કોઈ કોઈને ઉધાર આપવા તૈયાર નથી. બધા જ જાણે કેશ પર પલાંઠી વાળીને બેસી ગયા છે. આવી સ્થિતિને નિવારવા માટે કેન્દ્ર સરકારે કેટલાક સાહસિક પગલાં લેવા પડશે.
સરકારે ખાનગી ક્ષેત્રના લોકોના મનમાં ઘૂસેલા ભયને દૂર કરવો પડશે અને તેઆે વધુને વધુ રોકાણ કરે એ માટે એમને પ્રાેત્સાહિત કરવા પડશે તો જ નાણાકીય સેક્ટરમાં 70 વર્ષની સૌથી ખતરનાક કટોકટીનો અંત આવશે. રાજીવકુમારે કહ્યું કે કેન્દ્રના બજેટમાં કેટલાક પગલાં જાહેર કરવામાં આવ્યા હતા અને આર્થિક વૃિÙને ઉત્તેજન આપવાનો પ્રયાસ થયો છે પરંતુ અત્યારે દેશના નાણાકીય સેક્ટરમાં ભયંકર હાલત છે અને તેને નિવારી શકાઈ નથી. નીતિ આયોગના આ નિદાન અંગે કેન્દ્ર સરકાર હવે શું જવાબ આપે છે અને કેવા પગલાં ભરે છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે.
દરમિયાન સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કિષ્નમૂતિર્ સુબ્રમણિયને ે અર્થતંત્ર માટે મોટા સ્ટિમ્યુલસ પેકેજની શકયતાને લગભગ નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, નફો ખાનગી રખાય છે અને ખોટની જોરશોરથી જાહેરાત કરાય છે અને તે અર્થતંત્ર માટે સારું નથી. સુબ્રમણિયને કહ્યું હતું કે ઉદ્યાેગો માટે તેજી અને મંદીના તબકકા સામાન્ય હોય છે. સરકાર માટે ઉદ્યાેગને મંદીના સમયમાં ટેકો આપવાની નીતિ નુકસાનકારક પુરવાર થઇ શકે. હીરો માઇન્ડમાઇન સમિટ 2019માં બોલતા સુબ્રમણિયને જણાવ્યું હતું કે વૃધ્ધિ ધીમી પડી હોવા છતાં 2-2.5 ટકાના દરકે વધી રહેલા વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. પેનલના નિષ્ણાતો એ બાબતે સંમત થયા હતાં કે અત્યારના સમયમાં મંદી શબ્દનો ઉપયોગ બહુ બેદરકારીથી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, કોઇ પ્રકારના પ્રાેત્સાહન પેકેજની રાજકોષીય અસર ચકાસ્યા પછી જ આ મહત્વનો નિર્ણય લેવો જોઇએ. સુબ્રમણીયને કહ્યું હતું કે વધુ પડતી નિરાશા અને સમજયા વગરનો ઉત્સાહ બન્ને સારા નથી.
તેમણે જણાવ્યું હતું કે, આેટો સેટરમાં અન્ય પરીબળોને કારણે મંદી છે, તેને અર્થતંત્રમાં નરમાઇના સંકેત ગણવો જોઇએ નહી. સરકાર અર્થતંત્ર માટે સ્ટિમયલસ આપતી વખતે કેટલાંક સિધ્ધાંતોને ધ્યાનમાં લેશે. નાણાં અને આર્થિક બાબતોના ભૂતપૂર્વ સચિવ સુભાષ ગર્ગે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોઇ મંદી નથી. ચાલુ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃિÙ છેલ્લા 3-4 વર્ષની સરેરાશ કરતા ઉંચી રહેશે. આપણે આર્થિક વૃધ્ધિ ધીમી પડવાની વાતને વધુ પડતી ચગાવી રહ્યા છીએ. ગર્ગે નાેંધ્યુ હતું કે, ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળો આર્થિક વૃિÙ, કંપનીઆેના નફા અને ટેકસ કલેકશનની રીતે ઉત્તમ રહ્યાે હતો. વધુમાં ચૂંટણી આધારીત સ્લોડાઉનની ચાલુ વર્ષના એપ્રીલ-જુન કવાર્ટરના આંકડા પર પ્રતિકુળ અસર થઇ હતી. ગર્ગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ધીમી આર્થિક વૃિÙની વાતો સૌથી વધુ થાય છે અને ચાલુ વર્ષે પણ એવું જ થઇ રહ્યું છે. વીજ સચીવે ચેતવણી આપી હતી કે કોઇપણ પ્રકારના સ્ટિમ્યુલ્સ માટે સરકારે વધારાનું ઋણ લેવું પડશે તેને લીધે આરબીઆઇ રેટ કટનો લાભ ગ્રાહકોને આપવાનું અટકી શકે.

Comments

comments

VOTING POLL